રાજ્યસભાથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, રાજ્યસભાએ TMC સાંસદ ડેરેક ઓ’બ્રાયનને શિયાળુ સત્રના બાકીના ભાગ માટે ‘અનાદરપૂર્ણ વર્તન’ માટે સસ્પેન્ડ કરવાનો ઠરાવ પસાર કર્યો છે. રાજ્યસભાના અધ્યક્ષના જણાવ્યા અનુસાર ડેરેક ઓ’બ્રાયન ગૃહના વેલમાં ઘૂસી ગયા, સૂત્રોચ્ચાર કર્યા અને ગૃહની કાર્યવાહી ખોરવી નાખી. તેથી તેમને સત્રના બાકીના દિવસો માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
Rajya Sabha adopts motion for suspension of TMC MP Derek O' Brien for the remainder part of the winter session for "ignoble misconduct" pic.twitter.com/A3MVk0Top9
— ANI (@ANI) December 14, 2023
લોકસભામાં પણ વિપક્ષી સાંસદોનો હંગામો
આ પહેલા લોકસભામાં પણ વિપક્ષી સાંસદોએ હંગામો મચાવ્યો હતો અને સૂત્રોચ્ચાર કર્યા હતા. આ દરમિયાન લોકસભા સ્પીકર ઓમ બિરલાએ વિપક્ષી સાંસદોને ગૃહમાં અરાજકતા ન ફેલાવવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, ગઈકાલની ઘટનાની જવાબદારી લોકસભા સચિવાલયની છે. લોકસભાના અધ્યક્ષ તરીકે મારી જવાબદારી છે. હું તમારી સાથે બેસીને ચર્ચા કરીશ. ગઈકાલે પણ ચર્ચા કરી હતી. ફરી ચર્ચા કરશે. સરકારને આની સાથે કોઈ લેવાદેવા નથી.
Opposition creates ruckus inside Parliament over security breach incident; LS adjourned till 2 pm, RS till noon
Read @ANI Story | https://t.co/C7G0ahU9Q7#Loksabha #RajyaSabha #ParliamentSecurityBreach pic.twitter.com/jeon280NoE
— ANI Digital (@ani_digital) December 14, 2023
ઓમ બિરલાએ કહ્યું કે, સરકાર સચિવાલયના કામમાં હસ્તક્ષેપ કરતી નથી અને અમે તેને મંજૂરી આપીશું નહીં.
Defence Minister Rajnath Singh in Lok Sabha on yesterday's security breach incident
"Everyone has condemned this incident. You (Speaker) have taken cognizance of the matter. We have to be careful about to whom we issue the passes (to enter Parliament). All precautions possible… pic.twitter.com/bUfh6xseci
— ANI (@ANI) December 14, 2023
રક્ષા મંત્રી રાજનાથ સિંહે આ ઘટનાની નિંદા કરી
રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ સંસદની સુરક્ષામાં ક્ષતિ અંગે લોકસભામાં પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું, ગઈકાલની ઘટનાની દરેકે નિંદા કરી છે. તમે (સ્પીકરે) તાત્કાલિક તપાસનો આદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે, આપણે બધા સાંસદોએ ધ્યાન રાખવાની જરૂર છે કે આપણે એવા લોકોને પાસ ન આપીએ જે બિલ્ડિંગની અંદર અરાજકતા ફેલાવી શકે. તમે તાત્કાલિક નોંધ લીધી છે અને તપાસના આદેશ આપ્યા છે. જે અન્ય પગલાં લેવા જોઈએ તે પણ લેવામાં આવશે. જેથી ભવિષ્યમાં આવી ઘટના ન બને. આપણે ઘટનાની નિંદા કરવી જોઈએ. હવે ગૃહની અંદર અરાજકતાની સ્થિતિ ઊભી કરવા માટે કોઈ વ્યાજબી નથી.
ચેતવણી બાદ સસ્પેન્શન કરાયા
આ મામલે રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરે કહ્યું હતું કે ડેરેક ઓ બ્રાયન સૂત્રોચ્ચાર કરતા-કરતા વેલમાં આવી ગયા હતા અને તેમણે ગૃહની કાર્યવાહીમાં પણ ખલેલ પહોંચાડી હતી. ડેરેક ઓ’બ્રાયન ઉપરાંત અન્ય વિપક્ષી સાંસદોને પણ અધ્યક્ષ દ્વારા સુત્રોચ્ચાર અંગે ચેતવણી આપવામાં આવી હતી. જોકે અધ્યક્ષની વાત સાંભળવા કોઈ તૈયાર નહોતું. હાલમાં રાજ્યસભા સ્થગિત કરવામાં આવી છે. સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે, જે 4 ડિસેમ્બરથી શરૂ થયુ હતું અને 22 ડિસેમ્બર સુધી ચાલશે.