દર વર્ષે 4 ડિસેમ્બરે ભારતીય નેવી દિવસ ઉજવવામાં આવે છે. ભારતીય નેવી દિવસની ઉજવણીની તૈયારી વહેલી જ શરુ થઇ જાય છે. ભારતીય નેવી આ દિવસે ગર્વથી તેની તાકાત અને પ્રતિબદ્ધતા દર્શાવે છે. નેવી આ દિવસને “ઓપરેશન ટ્રાઇડેન્ટ” તરીકે ઉજવે છે. વર્ષ 1971માં આ દિવસે ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધ દરમિયાન નેવી દ્વારા કરાચી હાર્બરમાં ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. તેથી જ નેવી આ દિવસને ભવ્યતાથી ઉજવે છે. તો આજે જાણીએ ભારતીય નેવી દિવસના ઇતિહાસ, મહત્વ અને અન્ય મહત્વપૂર્ણ વિગતો વિશે.
ભારતીય નેવી દિવસનો આજનો ઇતિહાસ
ભારત અને પાકિસ્તાન વચ્ચે 1971ના યુદ્ધ દરમિયાન ભારતીય નેવી અસ્તિત્વમાં આવી હતી. બાંગ્લાદેશને પાકિસ્તાનથી અલગ કરવા અને તેને સ્વતંત્ર રાષ્ટ્રનો દરજ્જો આપવા માટેની આ લડાઈ 3 ડિસેમ્બર 1971થી શરૂ થઈ અને 16 ડિસેમ્બર 1971 સુધી ચાલી. આ યુદ્ધના પરિણામે, બાંગ્લાદેશ એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે વિશ્વના નકશા પર પોતાનું અસ્તિત્વ બનાવી શક્યું. આ યુદ્ધ દરમિયાન, 4 ડિસેમ્બર 1971ની રાત્રે નેવીમાં ઓપરેશન ટ્રાઇડેન્ટ શરૂ કરવામાં આવ્યું હતું. આ પાકિસ્તાનના કરાચી બંદરેથી ઓપરેશન ચંગેઝ ખાનની જવાબી કાર્યવાહી હતી. નેવીનું આ ઓપરેશન સફળ રહ્યું હતું. 1971માં આ દિવસે નેવીના સૈનિકોએ પાકિસ્તાનના કરાચી બંદર પર બોમ્બમારો કરીને તેને નષ્ટ કરી નાખ્યું હતું. આ હુમલામાં સેંકડો પાકિસ્તાની સૈનિકો પણ માર્યા ગયા હતા.
ભારતીય નૌસેનાએ ઓપરેશન કેક્ટસ પણ હાથ ધર્યું હતું
આ દરમિયાન નેવીના જવાનોએ પાકિસ્તાનની પીએનએસ ગાઝી સબમરીનને પાણીમાં ડુબાડી દીધી હતી. INS વિક્રાંતે આમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. કોમોડોર કાસરગોડ પટ્ટનશેટ્ટી ગોપાલ રાવ દ્વારા આ અભિયાનનું સફળતાપૂર્વક નેતૃત્વ કરવામાં આવ્યું હતું. નેવી આ અભિયાનમાં સફળ રહી હોવાથી આપણે આજે આ દિવસને યાદ કરીએ છીએ. આ ઓપરેશન બાદ નેવી દ્વારા ઓપરેશન કેક્ટસ પણ હાથ ધરવામાં આવ્યું હતું.
નેવી દિવસ ઉજવવા પાછળનું ઉદ્દેશ શું?
દેશની સેવા કરતા વીર નાવિકોને શ્રદ્ધાંજલિ આપીને તેમણે કરેલા દેશના રક્ષણ અને બલિદાનને યાદ કરવાનો પ્રસંગ હોય છે. આ દિવસે નેવીની પરેડ, પ્રદર્શનો અને નવી નૌસેનીક ટેકનીકની ક્ષમતાનું જાહેર પ્રદર્શન યોજવામાં આવે છે. તેમજ આ દિવસ ભારતીય દરિયાઈ સીમાઓના સુરક્ષાના મહત્વને ઉજાગર કરવાનો દિવસ છે.