click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: આજે નડીઆદ દિવસ : ૧૮૬૬માં આજના દિવસે નડીઆદ સુધરાઈની સ્થાપના થઈ હતી
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > આજે નડીઆદ દિવસ : ૧૮૬૬માં આજના દિવસે નડીઆદ સુધરાઈની સ્થાપના થઈ હતી
GujaratKheda

આજે નડીઆદ દિવસ : ૧૮૬૬માં આજના દિવસે નડીઆદ સુધરાઈની સ્થાપના થઈ હતી

આ શહેર પૂજય સંતરામ મહારાજ, સહજાનંદ સ્વામી તેમજ અનેક સંતોની ચરણરજથી પાવન થયું છે

Last updated: 2025/05/16 at 11:58 એ એમ (AM)
One India News Team
Share
6 Min Read
SHARE

સરદારના ઉપનામથી ઓળખાતા આપણા સરદાર વલ્લભભાઈ પટેલનું જન્મસ્થાન એવું નડીઆદ, મહાગુજરાત આંદોલનના પ્રણેતા ઈન્દુલાલ યાજ્ઞિકે મહાગુજરાત ચળવળની શરુઆત પણ અહીંથી કરી; આ શહેર ગોવર્ધનરામ ત્રિપાઠીની અમર રચના અને ગુજરાતી સાહિત્યમાં જેનું આગવું સ્થાન છે તેવી નવલકથા સરસ્વતીચંદ્ર પણ અહીં લખાઈ, ૨૦૦થી વધુ સાક્ષરોનું જન્મસ્થાન એવું આપણું નડીઆદ અનેક મહાનુભાવોની શરુઆતની સફરનું સાક્ષી રહ્યું છે.
આ શહેર પૂજય સંતરામ મહારાજ, સહજાનંદ સ્વામી તેમજ અનેક સંતોની ચરણરજથી પાવન થયું છે. નવ તળાવો અને નવ ભાગોળોથી સુવિખ્યાત આ શહેર પોતાની સંસ્કૃતિ અને દરિદ્રનારાયણની સેવાની સાથે શૈક્ષણિક ધરોહર માટે પણ જાણીતું છે. જાન્યુઆરી ૨૦૨૫ થી આ શહેર મહાનગરમાં પરિવર્તન પામ્યું છે.

એક માન્યતા એવી છે કે નડીઆદનું જુનુ નામ નટપુર કે નટી૫દ્ર હતું, અને આ નગર નટ લોકોએ વસાવ્યું હતું. ઈન્દુલાલ યાજ્ઞિકે પોતાની આત્મકથામાં લખ્યું છે કે છેલ્લી સદીમાં દેસાઈઓ અને નાગરોએ મળીને રાજકારણના ચમત્કારિક નટવિદ્યાના અજબ ખેલ મહાગુજરાતની રંગભૂમિ ઉ૫ર ખેલ્યા હતા એની કોણ ના પાડશે ? નડીઆદની રૂપા પારેખની પોળના દેરાસરની મૂર્તિ નીચે નટી૫દ્ર નામ છે, જે બતાવે છે કે ઈ.સ.૭૪૬ થી ૧ર૯૭ ના અરસામાં નડીઆદનું અસ્તિત્વ નટી૫દ્ર નામે હશે. ઈ.સ.૮૫૮ની આસપાસ આ શહેર ડાકોર રોડ ઉ૫ર આવેલા ભૈરવના મંદિર પાસે વસેલું હોવાના અવશેષો મળ્યા છે.’નરસંડા દર્શન’ ના લેખકે નડીઆદનું નામ “નગીનાબાદ” જણાવ્યું છે. ઈ.સ.૧૦૦૭ ના અરસામાં મુસ્લિમ ઈતિહાસકારો નડીઆદને “ઈસ્લામાબાદ” તરીકે ઓળખાવે છે.

દુનિયામાં કયાંય કોઈ૫ણ ગુજરાતીનાં કાને સાક્ષારભૂમિ શબ્દ ૫ડશે, તો તે ચોકકસ નડીઆદનો ઉલ્લેખ જ સમજશે ગુજરાતના સુરત, અમદાવાદ કે એવા બીજા મોટા શહેરોને છોડીને નડીઆદ જેવા મઘ્યમ નગરને જ કેમ આવું ગૌરવપ્રદ બિરુદ પ્રાપ્ત થયું હશે ? અહીં નવ સાક્ષરો થઈ ગયા એટલે કે ૫છી નડીઆદ જેટલા લેખકો બીજા શહેરોમાં નથી થયા એટલે ? ૫ણ ૧૯ મી સદીના ઉતરાર્ધમાં, એટલે કે ઈ.સ.૧૮૫૦ થી ૧૯૦૦ દરમ્યાન નડીઆદ ગુજરાતમાં સાહિત્યિક અને સાંસ્કૃતિક ગતિવિધિઓનું કેન્દ્રસ્થાન બની રહયું હતું. ઈ.સ.૧૮૧૮ માં ગુજરાતમાં અંગ્રેજી સતા કાયમ થઈ, અને યુનિવર્સિટીઓનું ઉચ્ચ શિક્ષણ શરૂ થયું. આ રીતે અંગ્રેજી શિક્ષણ, અંગ્રેજી ભાષા અને અંગ્રેજી સંસ્કૃતિ સાથેના સં૫ર્કથી અંગ્રેજીને ગુજરાતીઓ, તેમાંય ખાસ કરીને સુરતીઓએ સુધારાવાદી ચળવળ શરૂ કરી. આ સમયે નડીઆદ ભારતીય સંસ્કૃતિ અને ૫રં૫રાનું સંરક્ષાણ કરવાનું કેન્દ્ર નડીઆદ બન્યું. રજવાડાઓના એ યુગમાં અહીંના ચાર મિત્રો મનઃસુખરામ ત્રિપાઠી, મણિભાઈ જશભાઈ, હરીદાસ વિહારીદાસ દેસાઈ (ભાઉ સાહેબ) અને રણછોડરામ ઉદયરામની મંડળીને પોતાનાં આવડત, અભ્યાસ અત્ર મુત્સદીગીરીના જોરે મુંબઈથી કચ્છ સુધીના અનેક રજવાડાંઓમાં સતા ભોગવી. ઈન્દુલાલ યાજ્ઞિકે નોંઘ્યું છે કે મનઃસુખરાય અને હરીદાસનો લાભ લઈને નડીઆદના અનેક દેસાઈઓ અને નાગરો કેટલાંય રાજયોમાં દાખલ થઈને સતાધારીને શ્રીમંત બની ગયા. આ રીતે લક્ષ્‍મી, સરસ્વતી અને રાજસતાના ત્રિવિધ તેજથી ચમકતા નડીઆદના સાક્ષરોએ ભારતીય અને અંગ્રેજી સંસ્કૃતિનો જેટલો વિશદ અભ્યાસ કર્યો તેવો ગુજરાતમાં બીજે કયાંય એ સમયગાળામાં થયો ન હતો. આમ, આર્ય સંસ્કૃતિના સંરક્ષાણ કાજે નડીઆદે જે ધૂણી ધખાવી, એના ફળરૂપે આજે ૫ણ તે સાક્ષરભૂમિનું ગૌરવ મેળવી રહયું છે. નડીઆદમાં એક સાથે નવ સાક્ષરોએ ગુજરાતભરમાં પોતાની સાહિત્યિક ૫તાકા ફરકાવી હતી. ગોવર્ધનરામ ત્રિપાઠીની સરસ્વતીચંદ્ર નવલકથાથી તો ગુજરાતી સાહિત્યે વિશ્વ સાહિત્યમાં ૫ગ મૂકયો છે. આ ઉ૫રાંત મનઃસુખરામ ત્રિપાઠી, ઝવેરીલાલ ઉમિયાશંકર યાજ્ઞિક, દોલતરામ કૃપારામ પંડયા, બાલાશંકર ઉલ્લાસરામ કંથારીયા, મણિલાલ નભુભાઈ દ્વિવેદી, છગનલાલ હરીલાલ પંડયા, અંબાલાલ બુલાખીરામ જાની, ચંફશંકર નર્મદાશંકર પંડયા અને મૂળશંકર માણેકલાલ યાજ્ઞિકે નડીઆદના નવ સાક્ષરો તરીકે ધણી નામના મેળવી હતી.

આ ઉ૫રાંત નવ ભાગોળો, નવ દરવાજા, નવ તળાવો ધરાવતા નડીઆદ માટે ગુજરાત ઉર્મિકવિ ન્હાનાલાલે સાચું જ કહયું છે કે ગુજરાત આખું નડીઆદને આંગણે સાક્ષરત્વને શોધતું હતું.
નડીઆદ જેની જન્મભૂમિ, કર્મભૂમિ કે વતન રહયું હોય તેવા ર૪૦ થી વધુ લેખકો આ ભૂમિ ઉ૫ર થઈ ગયા છે. કદાચ ગુજરાતના મઘ્યમકક્ષાનાં નગરોમાં આવા અને આટલા લેખકો બીજે કયાંય નહીં થયા હોય ઘ્યાનપાત્ર બાબત એ ૫ણ છે કે માત્ર દેસાઈઓ, નાગરો, બ્રાહ્મણો, ૫ટેલો અને વણિકો જ નહીં, ૫રંતુ ખ્રીસ્તી ભાઈઓ, બ્રાહ્મમણ્ સમાજ અને અન્ય કોમના લેખકો સંખ્યા ૫ણ આ ભૂમિ ઉ૫ર ધણી મોટી રહી છે. મોગલે આઝમની લોકપ્રિય ગીત પંકિત મોહે ૫નધટ પે નંદલાલ નડીઆદના રસકવિ રધુનાથ બ્રહ્મભટે લખી છે. તો રાજકપુરના યશસ્વી સર્જન બોબીમાં જૂઠ બોલે કૌઆ કાટે ગીતના કવિ વિઢ્ઢલભાઈ ૫ટેલનું વતન નડીઆદ છે. ગુજરાતના લીજેન્ડ હાસ્યલેખક બકુલ ત્રિપાઠી, જાણીતા કવિ-લેખક પુરુરાજ જોશી અને યશસ્વી કથાકાર ઈવાડેવ ૫ણ નડીઆદના જ છે. ઈન્દુલાલ યાજ્ઞિક, જશવંત ઠાકર, મગનભાઈ દેસાઈ, દી.બા. ગોવિંદભાઈ દેસાઈ, દેસાઈભાઈ નાથાભાઈ ૫ટેલ, પ્રબોધ ૫રીખ, પુ.મોટા, મહેશ ચં૫કલાલ, કૃષ્ણશંકર શાસ્ત્રી (પુ.દાદાજી) જેવા અનેક સર્જકોની ભેટ આ ભૂમિએ ધરી છે. આ સવા બસોથી અઢીસો લેખકો પૈકીના ર૬ સર્જકો એકજ માર્ગ ઉ૫રથી ૫સાર થતાં મળી આવે છે, આ ઉ૫રાંત બીજા અનેક મહાન સર્જકોની સુવાસ નડીઆદની ગલીકુંજોમાં મહેંકી રહી છે. જેમનો ૫રિચય નડીઆદનો અક્ષરદેહ જેવા પુસ્તકોમાં અને અ.સૌ. ડાહીલક્ષ્‍મી લાયબ્રેરીમાં યોજાયેલા કાયમી પ્રદર્શન માંથી મળી રહેશે. સાક્ષરભૂમિ ઉ૫રાંત નડીઆદની બીજી ઓળખ જય મહારાજ ના ગામ તરીકેની છે. કારણકે આજથી ૧૮૦ વર્ષ અગાઉ દતાત્રેય સ્વરૂ૫ યોગીરાજ અવધૂત સંતરામ મહારાજે અહીં વસવાટ કરીને દિવ્ય જયોતિનો પ્રકાશ પાથર્યો હતો.

આ સંતરામ મહારાજે સુખસાગરના ઉ૫નામથી જ્ઞાનભકિતનાં ઉતમ૫દો રચ્યા છે અને તેમની સંત ૫રં૫રાના બીજા અનેક કવિઓએ ૫ણ ઉતમ ૫દો આપ્યાં છે. આ ઉ૫રાંત નડીઆદની ભૂમિએ વીર વિઢ્ઢલભાઈ અને અખંડ ભારતના શિલ્‍પી સરદાર ૫ટેલને ૫ણ જન્મ આપ્યો છે. આ અર્થમાં નડીઆદ સર્જકો અને સપૂતો આ૫નારી ફળફૂ૫ ભૂમિ બની રહયું છે.

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

You Might Also Like

રાજપીપલામાં ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણી: ભવ્ય તિરંગા યાત્રામાં નગરજનોનો ઉત્સાહ

મિરાજ, JF-17 સહિત ભારતે પાકિસ્તાનના પાંચ ફાઇટર જેટ તોડી પાડ્યા, ઓપરેશન સિંદૂરમાં મોટો ખુલાસો

Zero Tariffs નો અર્થ શું છે ? શું ટેક્સ વગર વેચાશે અમેરિકન સમાન? જાણો ટેરીફની અસલી ગેમ

લોન ધારકોને મળી શકે છે રાહત, આરબીઆઈના રેપો રેટમાં ઘટાડો કરવાના સંકેત

જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળોને મળી સફળતા, 24 કલાકમાં 6 આતંકીઓ ઠાર, આઠની શોધખોળ શરૂ

TAGGED: Breaking news, gujarti news, Kheda, kheda collector, kheda news, Kheda Police, Nadiad Day, Nadiad Improvement, oneindianews, topnews, નડીઆદ દિવસ, નડીઆદ સુધરાઈ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team મે 16, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article દેશના વીર જવાનોને બિરદાવવા નડિયાદમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ
Next Article યોગીનો સપા પર આકરો પ્રહાર; કહ્યું “સેનાની વર્દી જાતિવાદી ચશ્માથી ન જોવાય”

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

રાજપીપલામાં ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણી: ભવ્ય તિરંગા યાત્રામાં નગરજનોનો ઉત્સાહ
Gujarat Narmada મે 16, 2025
મિરાજ, JF-17 સહિત ભારતે પાકિસ્તાનના પાંચ ફાઇટર જેટ તોડી પાડ્યા, ઓપરેશન સિંદૂરમાં મોટો ખુલાસો
Gujarat મે 16, 2025
Zero Tariffs નો અર્થ શું છે ? શું ટેક્સ વગર વેચાશે અમેરિકન સમાન? જાણો ટેરીફની અસલી ગેમ
Gujarat મે 16, 2025
લોન ધારકોને મળી શકે છે રાહત, આરબીઆઈના રેપો રેટમાં ઘટાડો કરવાના સંકેત
Gujarat મે 16, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?