Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 31°C

ભારતના ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી IT ઍપ્લિકેશન્સ અંગે ૧૦૦થી વધુ IT ઑફિસર્સને તાલીમ આપવામાં આવી

ભારતના ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી IT ઍપ્લિકેશન્સ અંગે ૧૦૦થી વધુ IT ઑફિસર્સને તાલીમ આપવામાં આવી

ઍપ્લિકેશન્સના ઉપયોગ અંગે રાજ્યના તમામ જિલ્લામાં કાર્યરત IT ઍપ્લિકેશન્સ નોડલ ઑફિસર્સ, સિસ્ટમ સુપરવાઈઝર્સ તથા NIC ઑફિસર્સ માટે મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની કચેરી દ્વારા એક દિવસીય તાલીમ વર્કશૉપ યોજાયો.

ગાંધીનગર ખાતે અધિક મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી કુલદીપ આર્યના અધ્યક્ષસ્થાને યોજાયેલા તાલીમ વર્કશૉપમાં ભારતના ચૂંટણી પંચ દ્વારા ઉમેદવારીપત્રો ભરવા, સોગંદનામા, વિવિધ પરવાનગીઓ, મતગણતરી, સર્વિસ વોટર પોર્ટલ અને સ્ટાફ રેન્ડમાઈઝેશન માટે તૈયાર કરવામાં આવેલી ENCORE ઍપ્લિકેશન, NGRS, EMS, C-Vigil તથા સુવિધા સહિતની IT ઍપ્લિકેશન્સ અંગે મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરીના અધિકારીઓ તથા IT તજજ્ઞો દ્વારા વિસ્તૃત તાલીમ આપવામાં આવી હતી. જેમાં રાજ્યભરમાંથી ૧૦૦ જેટલા IT ઍપ્લિકેશન્સ નોડલ ઑફિસર્સ, સિસ્ટમ સુપરવાઈઝર્સ તથા NIC ઑફિસર્સ ઉપસ્થિત રહ્યા હતા.

 

રીપોટૅર-સિદ્ધાર્થ ગોઘારી (ભાવનગર)

Filed under Bhavnagar Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.