Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 31°C

લોકશાળાઓના શિક્ષણ શિબિરોનો હેતુ ગામડાં સ્વચ્છ અને સ્વાવલંબી બને – અરુણભાઈ દવે

લોકશાળાઓના શિક્ષણ શિબિરોનો હેતુ ગામડાં સ્વચ્છ અને સ્વાવલંબી બને – અરુણભાઈ દવે

ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા આંબલા દ્વારા ચોરવડલામાં રાષ્ટ્રિય સેવા યોજના શિબિર પ્રારંભ વેળાએ લોકવૈજ્ઞાનિક અરુણભાઈ દવેએ લોકશાળાઓના શિક્ષણ અને શિબિરોનો હેતુ ગામડાં સ્વચ્છ અને સ્વાવલંબી બને તે હોવાનું જણાવ્યું.

ચોરવડલા ગામે પ્રાથમિક શાળામાં ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા આંબલા દ્વારા રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત વાર્ષિક શિબિર પ્રારંભ પ્રસંગે લોકવૈજ્ઞાનિક શિક્ષણવિદ્ અરુણભાઈ દવેએ ગામડેથી જ પોષણ પામતાં શહેરો દ્વારા જ ગામડાં માટેનાં અસંતુલિત સામાજિક વ્યવહારનો વસવસો વ્યક્ત કરી આ પરિસ્થિતિમાં ગામડાનાં વિકાસ માટે શિક્ષણ પ્રણાલી સંદર્ભે વાત કરી તેઓએ લોકશાળાઓના શિક્ષણ અને શિબિરોનો હેતુ ગામડાં સ્વચ્છ અને સ્વાવલંબી બને તે હોવાનું જણાવ્યું. તેઓએ વિદ્યાર્થીઓને સ્વચ્છતા અને પર્યાવરણ બાબતે શિક્ષણ સાથે સામાજિક અનુબંધ માટે ભારપૂર્વક જણાવ્યું.

શિબિર પ્રારંભે અગ્રણી મૂળજીભાઈ મિયાંણી તથા કુરજીભાઈ મકવાણાની વિશેષ ઉપસ્થિતિમાં દીપપ્રાગટ્ય કરાયું હતું. અહી જિલ્લા પંચાયત તરફથી સ્વચ્છતા હેતુ રૂપિયા ૧,૫૦,૦૦૦ ફાળવવામાં આવ્યા.

સંસ્થાના ગૌરાંગ વોરા દ્વારા શિબિરનો હેતુ અને ચોરવડલા ગામનાં પ્રાકૃતિક વાતાવરણનો ઉલ્લેખ કરી આયોજન વિગતો આપી.

આ પ્રસંગે ગ્રામદક્ષિણામૂર્તિ પરિવારના વાઘજીભાઈ કરમટિયાએ વિદ્યાર્થીઓના ઘડતરમાં આ શિબિર મહત્વ સાથે આભારવિધિ કરી.

અહીંયા સંસ્થાનાં રાજુભાઈ વાળા, મહાશંકરભાઈ પંડ્યા, યોગ માર્ગદર્શક જીગ્નેશભાઈ પટેલ, અગ્રણી બોઘાજીભાઈ સોલંકી, અશ્વપાલભાઈ રાઠોડ વગેરેની પ્રેરક ઉપસ્થિતિ રહી.

ચોરવડલા પ્રાથમિક શાળાનાં ધીરુભાઈ સોલંકી, તેજસભાઈ ત્રિવેદી અને શાળા પરિવાર દ્વારા આ શિબિર માટે સુંદર સંકલન રહ્યું છે.

 

 

 

 

રિપોર્ટર-મૂકેશ પંડિત(ભાવનગર)

 

Filed under Bhavnagar Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.