નવસારીમાં રવિવારે શ્રદ્ધાનો ત્રિવેણી સંગમ યોજાયો હતો. એક તરફ જ્યાં ભક્તો જન્માષ્ટમી પર્વને લઈને દહીંહાંડી ફોડી ઉજવણી કરી રહ્યાં હતા, તો બીજી તરફ શહેરમાં મોડી રાત સુધી વિવિધ મંડળો દ્વારા ગણેશ આગમન કરવામાં આવ્યું હતું. તો બીજે દિવસે શ્રાવણનો અંતિમ સોમવાર હોય શહેરમા કાવડ યાત્રા અને લોકો ચાલતા નવસારીથી દક્ષિણ ગુજરાતના સોમનાથ કહેવાતા બીલીમોરાના સોમનાથ મહાદેવ પહોંચ્યા હતા અને દેવાધિદેવના દર્શન કરી પૂજા અર્ચના કરી હતી.
દહીંહાંડીની વાત કરીએ તો શહેરમાં બે મોટા આયોજન કરવામાં આવ્યા હતા. જેમાં એક લુંસીકુઈ મેદાનમાં અને અન્ય એક શિવાજી ચોક ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેને નિહાળવા મોટી સંખ્યામાં લોકો આવી પહોંચ્યા હતા. તો વિવિધ ગણેશ મંડળો દ્વારા ભગવાન ગણેશનું આગમન તો કરવામાં આવ્યું પણ સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર સીટીગાર્ડન સોસાયટીના સીટીગાર્ડન ચા વિઘ્નહર્તાનું આગમન ક્રેકર શો, ડીજે, નાશિક ઢોલ, બેન્ડ, આતશબાજી, મરાઠી નૃત્યના સથવારે કરવામાં આવ્યું હતું. ક્રેકર શો નિહાળવા માટે સોસાયટીના રહીશો સહિત આસપાસની સોસાયટીના રહીશો પણ મોટી સંખ્યામાં ઉમટ્યા હતા.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel