વાલોડમાં સૌપ્રથમ વખત ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજીભાઈ હળપતિ ગણપતિના આગમન માં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
બજારના રાજા ગ્રુપના આમંત્રણ ને માન આપીને મંત્રી કુંવરજીભાઈ પધાર્યા હતા અને એમના વરદ હસ્તે ગણેશજી ની પ્રતિમા ના મુખ દર્શન કરાવવામાં આવ્યા હતા.
દર વર્ષે ની જેમ આ વખતે પણ વાલોડ તાલુકામાં વાલોડ માં ના બજારના રાજા ના ગણપતિના આગમન માં ખુબ ઉત્સાહ જોવા મળ્યો હતો અને ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
બજારના રાજા ની ગણેશજીની પ્રતિમા જોવા માટે આખા તાલુકા માંથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઊંટી પડ્યા હતા.
ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો બજારના રાજાના આગમનમાં ઉત્સાહભેર જોડાયા હતા.
આ પ્રસંગે વાલોડ તાલુકા ભારતીય જનતા પાર્ટી મહામંત્રી ડો. નિલેશભાઈ ચૌધરી તથા સામાજિક આગેવાન અને સુ.ડી.કો. બેંક ના માજી ચેરમેન નરેશભાઈ પટેલ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર :- વિકાસ શાહ (તાપી)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel