Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 36°C

પ્રસન્નતા પ્રાપ્ત થાય તે ખરું શિક્ષણ, જે નઈ તાલીમનું મૂલ્ય – અરુણભાઈ દવે

પ્રસન્નતા પ્રાપ્ત થાય તે ખરું શિક્ષણ, જે નઈ તાલીમનું મૂલ્ય – અરુણભાઈ દવે

ગુજરાત નઈ તાલીમ સંઘ અને સૌરાષ્ટ્ર લોકશાળા સંઘનાં આયોજન સાથે લોકભારતી સણોસરામાં યોજાયેલ કાર્યશાળામાં લોકવૈજ્ઞાનિક શિક્ષણવિદ્દ અરુણભાઈ દવેએ જણાવ્યું કે, પ્રસન્નતા પ્રાપ્ત થાય તે ખરું શિક્ષણ, જે નઈ તાલીમનું મૂલ્ય રહેલું છે.

લોકભારતી ગ્રામવિદ્યાપીઠનાં વડા લોકવૈજ્ઞાનિક શિક્ષણવિદ્દ અરુણભાઈ દવેએ વૈશ્વિક સંદર્ભો સાથે માનવજીવન અને કેળવણી સંદર્ભે જણાવ્યું કે, પ્રસન્નતા પ્રાપ્ત થાય તે ખરું શિક્ષણ, જે નઈ તાલીમનું મૂલ્ય રહેલું છે. આ શિક્ષણ પ્રણાલીમાં મૂલ્યો સાથે આપણે જાત સાથે કામ કરવાનું છે. માત્ર પ્રવચનો નહિ, આપણે આપણી રીતે તૈયાર સજાગ રહેવું એ જ નઈ તાલીમ.

સંઘનાં વડા રાજેન્દ્રભાઈ ખિમાણીએ નઈ તાલીમ સંસ્થાઓ અને સરકાર દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ સંદર્ભે આંતરિક સુમેળ દ્વારા કેળવણી માટે વાત કરી.

ગુજરાત નઈ તાલીમ સંઘ અને સૌરાષ્ટ્ર લોકશાળા સંઘનાં આયોજન સાથે લોકભારતી સણોસરામાં એક દિવસીય કાર્યશાળામાં પાર્થેશભાઈ પંડ્યા અને સંજયભાઈ કાંત્રોડિયા તથા જશવંતભાઈ કાકડિયા અને સંઘ હોદ્દેદારો દ્વારા સંઘનાં હેતુઓ મુજબ નઈ તાલીમ સંસ્થા માપદંડ તેમજ આગામી દિશા વગેરે બાબતે સુંદર જૂથ ચર્ચા બેઠક આયોજન થયું.

 

 

રિપોર્ટર-મૂકેશ પંડિત(ભાવનગર)

Filed under Bhavnagar Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.