તુલસીદાસજી જન્મભૂમિ રાજાપુરમાં મોરારિબાપુ પ્રેરિત તુલસી જન્મોત્સવનો પ્રારંભ થયો છે. તુલસી સાહિત્ય સંગોષ્ઠિમાં ધર્માચાર્ય વિદ્વાનો જોડાયાં છે.
તુલસી જન્મોત્સવ પ્રસંગે સંગોષ્ઠિ પ્રારભે જગતગુરુ શ્રીધરાચાર્યજી, જગતગુરુ રામસ્વરૂપ આચાર્યજી, મૈથિલીશરણજી, જગતગુરુ સતુઆબાબા, ઉમાશંકર વ્યાસજી, જૈનજી સાથે યશોમતીજી જોડાયાં હતાં અને મોરારિબાપુનાં સાનિધ્ય સાથે દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ.
તુલસીદાસજી જન્મભૂમિ રાજાપુરમાં તુલસી સાહિત્ય સંગોષ્ઠિમાં ધર્માચાર્ય વિદ્વાનો જોડાયાં છે. પ્રથમ દિવસે વેદપ્રકાશ મિશ્રજીનાં સંચાલન સાથે વક્તાઓમાં જગતગુરુ રામસ્વરૂપ આચાર્યજી, નરહરિદાસજી મહારાજ, અખિલેશ ઉપાધ્યાયજી, યશોમતીજી, જગતગુરુ શ્રીધરાચાર્યજી, શશી શેખરજી, ઉમાશંકર વ્યાસજી અને રામહૃદયદાસજી દ્વારા વિવિધ પાસાઓ પર પ્રકાશ પાડવામાં આવેલ. પ્રારંભે હરિશ્ચંદ્ર જોષીએ પ્રાસંગિક વાત કરેલ.
સોમવારથી બુધવાર દરમિયાન યોજાયેલ સંગોષ્ઠિમાં ધર્માચાર્ય વિદ્વાનો જોડાયાં છે. શ્રી મોરારિબાપુ પ્રેરિત તુલસી સાહિત્ય સંગોષ્ઠિ સાથે ગુરુવારે રત્નાવલી, તુલસી, વ્યાસ અને વાલ્મિકી સન્માન અર્પણ સમારોહ યોજાશે.
મૂકેશ પંડિત (ભાવનગર )
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel