શિવકુંજ આશ્રમ જાળિયામાં ઉત્સાહ સાથે તુલસી વિવાહ પ્રસંગ ઉજવાયો. આશ્રમ પરિવારનાં સંકલન સાથે વિશ્વાનંદ માતાજીના નેતૃત્વમાં લાભ મળ્યો.
દિવાળી બાદ નૂતનવર્ષમાં લગ્ન પ્રસંગોનાં પ્રારંભે તુલસીજી અને ઠાકોરજીનાં વિવાહનું સાંસ્કૃતિક મહાત્મ્ય રહેલું છે. કારતક સુદ ૧૧ તુલસી વિવાહ પ્રસંગની ઉજવણીમાં ગોરણી બહેનો સાથે આખું જાળિયા ગામ અને આજુબાજુના ભાવિકો મોટી સંખ્યામાં જોડાયાં.
શિવકુંજ આશ્રમ પરિવારનાં સંકલન સાથે વિશ્વાનંદ માતાજીના નેતૃત્વમાં આ પ્રસંગનો લાભ મળ્યો છે. આ પર્વમાં લગ્ન પ્રસંગે આગલા દિવસે પણ સૌ ઉત્સાહ સાથે લગ્નગીત ગરબામાં જોડાયેલ.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel