વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકામાં શિક્ષણજગત માટે શરમજનક બનાવ બની રહ્યો છે, જ્યાં પ્રાથમિક શિક્ષકોની શરાફી મંડળીના ઓડિટ દરમિયાન લાંચ લેવાના ઘાટ પરથી રાજ્યના શૈક્ષણિક તંત્રમાં ભ્રષ્ટાચારની પોલ ખુલતી જોવા મળી છે. આ કેસમાં સરકારી ઓડિટર જયશ્રી હીરાભાઈ સોલંકી દ્વારા 20 શાળાઓમાંથી એક શાળા દીઠ ₹2000ની લાંચ, કુલ ₹40,000 લેવાની ગોઠવણ કરવામાં આવી હતી. એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા ઓપરેશન ચલાવીને વસઈ પ્રાથમિક શાળાના આચાર્ય ઘનશ્યામ ભુપેન્દ્રભાઈ પટેલને લાંચ લેતા ઝડપ્યા હતા. તેમની સાથે નિવૃત્ત શિક્ષક બુદ્ધિસાગર સોમાભાઈ પટેલ, મહેન્દ્રસિંહ ગણપતસિંહ સોલંકી (ખૂંધિયાપુરા શાળા આચાર્ય) અને નિવૃત્ત શિક્ષક મુકુંદ બાબુભાઈ ચૌહાણની પણ ધરપકડ કરવામાં આવી હતી.
આ સમગ્ર પ્રકરણમાં તપાસ બાદ ઓડિટર જયશ્રી સોલંકી સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને પકડાયેલા તમામ આરોપીઓને રિમાન્ડ પર લઈ તેમની પુછપરછ ચાલુ છે. ગુના અત્યંત ગંભીર પ્રકારનો હોવાથી, વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ તાત્કાલિક પગલા રૂપે ડભોઇ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ઘનશ્યામ પટેલ તથા મંત્રી મહેન્દ્રસિંહ સોલંકીને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
આ ઘટનાથી સ્પષ્ટ છે કે શૈક્ષણિક સંસ્થાઓમાં કામકાજ દરમિયાન પણ ભ્રષ્ટાચારની મૂળ ઘૂસેલી છે અને એને દૂર કરવા માટે ACB જેવી એજન્સીઓનું સક્રિય અને દૃઢ પગલાં લેવું ફરજિયાત બની રહ્યું છે. આ સાથે, શિક્ષણ વિભાગે પણ આવા ભ્રષ્ટ કર્મચારીઓ સામે ઉદાહરણરૂપ પગલાં લેવાની દિશામાં કામ શરૂ કર્યું છે, જે ભવિષ્યમાં અન્ય અધિકારીઓ માટે ચેતવણીરૂપ બની શકે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel