સ્વચ્છતા હિ સેવા અભિયાન અંતર્ગત સ્વચ્છ ભારત મિશન (ગ્રા) યોજના અંતર્ગત ગ્રામ્ય કક્ષાએ ” સ્વચ્છતા હિ સેવા” અંતર્ગત સરકારી કચેરીમાં રેકર્ડ વર્ગીકરણ તેમજ સાફ સફાઈ અને ગ્રામ્ય વિસ્તારોના મુખ્ય માર્ગો તેમજ બજાર અને વાણિજ્ય વિસ્તારોની સફાઈ કરવામાં આવી.
પાટણ જિલ્લામાં કુલ નવ તાલુકામાં સ્વચ્છ ભારત મિશન (ગ્રા) યોજના અંતર્ગત કુલ ૧૯૬ ગામોમાં સરકારી કચેરીઓમાં રેકર્ડ વર્ગીકરણ તેમજ કુલ ૨૦૪ શાળા, હોસ્પિટલની સફાઈ અને ગામના જાહેર માર્ગો, બજારો તેમજ કુલ ૩૫૨૬ લોકોની જન ભાગીદારી દ્વારા કુલ ૭ CTU નું ટ્રાન્સફોર્મેશનની કામગીરી કરવામાં આવી હતી.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અભિયાનને સફળ બનાવવાની અપીલ કરવામાં આવી છે. લોકોમાં સ્વચ્છતા પ્રત્યેની જવાબદારી કેળવાય છે.