ત્રિપુરા નો પ્રવાસ પૂર્ણ કર્યાં બાદ ભાવનગર ના સાંસદ પહોંચ્યા બે દિવસ અરુણાચલ પ્રદેશ ના પ્રવાસે
અરુણાચલ પ્રદેશ ની મુલાકાત દરમિયાન દિબાંગ બહુતેહુક હાઇડ્રોલિક પ્રોજેક્ટ સાઈટ, ડમ્બુક સામુહિક આરોગ્ય કેન્દ્ર, માયુ સરકારી માધ્યમિક શાળા, આંગણવાડી કેન્દ્રો, રોઈંગ એફસીઆઈ ગોડાઉન, ઝિયા ઓઈલ પામ ફેક્ટરી, ખિંજલી મ્યુઝીયમ વિવિધ સ્થળો ની મુલાકાત કરી ઓન-સાઈટ અવલોકનો અને સંવાદો દ્વારા આરોગ્ય, કૃષિ, ખાદ્ય સુરક્ષા, ઊર્જા અને સાંસ્કૃતિક સંરક્ષણ જેવા મુખ્ય ક્ષેત્રોમાં પ્રગતિ નું મુલ્યાંકન કરવામાં આવ્યું હતું
રોવિંગ એફ.સી.આઈ વેરહાઉસ ખાતે અનાજનાં સંગ્રહ અને વિતરણ ની વ્યવસ્થા ની સમીક્ષા કરી ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા કેન્દ્ર સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરવામાં આવેલ અને રાજ્યના સર્વાંગી વિકાસને વેગ આપવા સ્થાનિક સમુદાયના ઉત્થાન માટે થઈ રહેલા પ્રયાસોને મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ સાબિત થઈ છે .