ખેડા જિલ્લામાં નડિયાદ ખાતે શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે દાદાને અનોખા પપૈયાના શણગાર કરવામાં આવ્યા હતા. જેમાં ૮૦ કિલો દેશી તથા તાઇવાન પપૈયા ઉપયોગ કરી શણગાર કરવામાં આવ્યા તથા દાદા ને સુખડીનો મહાભોગ ધરાવવામાં આવ્યો.
સવારે 6:30 કલાકે શણગાર આવતી કરવામાં આવી અને દાદાને મલિન્દો જમાડવામાં આવ્યો આપ પ્રસંગે રામધૂન કરવામાં આવી.
આ દાદાને ધરાવેલ પ્રસાદનું વિતરણ રવિવારે સવારે આઠ કલાકે થી કરવામાં આવશે.
આ મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે આવેલું છે.
આ મંદિર 142 વર્ષ જૂનું મંદિર છે જે મંદિરમાં દાદાને દર શનિવારે અલગ અલગ પ્રકારના અવલોકિક શણગાર કરવામાં આવે છે અને સવારથી ભક્તો દર્શનનો લાભ લેવા મોટી સંખ્યામાં ઉમટી પડે છે.