સેવાનો સુરજ જ્યાં હમેશા તપતો રહે છે જયાં બસો વર્ષથી ભૂખ્યાને ભોજન કાજે સદાવ્રત આજે પણ અવિરત શરૂ છે એવા જગવિખ્યાત સંત શ્રી જલારામ બાપાના વીરપુર ધામમાં બાપાની ૨૨૫મી જન્મ જયંતી ધામધૂમથી ઉજવાય રહી છે, વિરપુરમાં ભાવિકો માટે ઠેરઠેર સેવાના કર્યો શરૂ કરવામાં આવ્યા છે ત્યારે પૂજ્ય જલારામ બાપાના પરમ ભક્ત જલારામ બાપા પર અતૂટ શ્રધ્ધા ધરાવતા બારડોલીના મહેશભાઈ વિઠલાણી છેલ્લા દસ વર્ષથી વિરપુર આવતા ભાવિકોને ચા ગાંઠિયા જલેબી સહીતનો નાસ્તો વિનામુલ્યે આપવામાં આવે છે, છેલ્લા દસ વર્ષથી દર વર્ષે જલારામ જયંતિમાં આ સેવાનું કાર્ય કરી રહ્યા છે,પૂજ્ય જલારામ બાપાનો જીવન મંત્ર હતો કે ભુખ્યાને ભોજન જેમને લઈને
બારડોલીના મહેશભાઈ વિઠલાણી ખરેખર પૂજ્ય જલારામ બાપાના જીવન મંત્રને સાર્થક કરી રહ્યા છે અને બાપાના ચરણોમાં શીસ જુકાવી ધન્યતા અનુભવી રહ્યાં છે.