૧૫/૦૩/૨૦૨૬, રવિવારના રોજ સવારે ૯:૩૦ કલાકે પ.પૂ.ધ.ધૂ. ૧૦૦૮ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના વરદ હસ્તે ઉદઘાટન થયું હતું, જેમા માન. રમણભાઈ સોલંકી કેબિનેટ મંત્રી અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતો કમલેશભાઈ પટેલ રાજ્ય મંત્રી નાણા, પોલીસ હાઉસીંગ, જેલ તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, સાથે સાથે સાસંદ મિતેશભાઈ પટેલ, વિપુલભાઈ પટેલ ધારાસભ્ય, યોગેશભાઈ બાપજી ધારાસભ્ય, વિપુલભાઈ પટેલ અમૂલ પૂર્વ ચેરમેન, તેજસભાઈ પટેલ – કેડીસીસી બેંક , સંજય પટેલ ભાજપ જીલ્લા પ્રમુખ, હસમુખભાઈ જીલ્લા પંચાયત પ્રમુખ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
પૂજ્ય આચાર્ય મહારાજ એ સહુને હૃદયપૂર્વક આશીર્વાદ પાઠવ્યા હતાં. ડૉ.સંત સ્વામી વગેરેએ પ્રાસંગિક ઉદબોધન કરીને કાર્યકર્તાઓ અને સેવકોને શુભેચ્છા પાઠવી હતી અને સરકારનો આભાર માન્યો હતો.
આ અવસરે મંત્રી કમલેશભાઈએ પોતાના મત વિસ્તારમાં ગરુડે ચડીને ગોવિંદ પધાર્યા. લક્ષ્મીનારાયણ દેવના દેવળની પ્રતિકૃતિના અનાવરણ માટે વડતાલ સંસ્થાનો આભાર માન્યો અને નજીકના ભવિષ્યમાં બીજા સર્કલની ઘોષણા કરી હતી. સાથે જ મંત્રી રમણભાઈ સોલંકીએ ગુજરાત સરકારના રોડ નેટવર્ક અને વડતાલ સંસ્થાની નિઃસ્વાર્થ સેવાને બિરદાવીને અભિનંદન પાઠવ્યા હતા.
સર્કલ નિર્માણમાં સીમેન્ટ રેતી કપચીનો ઉપયોગ થયો છે.. ૨૦+ ૨૦ જગ્યામાં વીસ ફૂટ ઉંચુ મંદિર બનાવવામાં આવ્યું છે. સ્થાપત્યની દ્રષ્ટિએ કપડવંજના મુસ્લિમ કારીગરોએ કલાત્મક મંદિર બનાવ્યું છે. સર્કલની ચારે તરફ કોર્નર પર પણ નવ ફુટની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. જે ઓરીસાના કારીગરોએ ફાયબરથી બનાવી છે.બગીચામા મોંઘા સાયકસની સાથે નયનરમ્ય પુષ્પના છોડ પણ જોવા મળે છે. આ સમગ્ર સ્થાપત્ય નક્શાઓ ગોકુલધામ નાર દ્વારા બનાવવામાં આવ્યા હતા. એક વર્ષમાં સર્કલ તૈયાર કરવામાં આવ્યું છે અને તેને યથાવત જાળવવાની જવાબદારી સરપંચ મહેશભાઈએ સંભાળી છે.
ત્યારબાદ સજાવેલી પુષ્પવર્ષા- રંગ બ્લાસ્ટ, શ્રીફળ અને મંત્રોચ્ચાર સાથે, આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ એવં મંત્રીઓ અને સંતોના હસ્તે સર્કલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.. અને મંદિરની આરતી કરીને પ્રસાદ ગ્રહણ કર્યો હતો.
આ પ્રસંગે સંતોની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાસ્ત્રી હરિકૃષ્ણદાસજી – નાર અને નિકિત પટેલ વગેરેએ યુવાનોએ કર્યું હતું.
યેશા શાહ (નડિયાદ)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel