બિહારમાં ભાજપના વડપણ હેઠળ એનડીએને વિધાનસભાની ચૂંટણીમાં જનતાએ પ્રચંડ વિજય આપ્યો છે તે વિજયને ખેડા જિલ્લા ભાજપના હોદ્દેદારો કાર્યકરોએ ઉમળકાભેર આવકારી વિજયોસવ મનાવ્યો હતો.
આ કાર્યક્રમમાં ખેડા જિલ્લા ભાજપ કાર્યાલય, નડિયાદમાં જિલ્લાના પ્રભારી મંત્રી રમણભાઈ સોલંકી, જિલ્લા પ્રભારી, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ, ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ નયનાબેન પટેલ, પ્રદેશ ભાજપ મંત્રી જાનવીબેન વ્યાસ,રાજ્ય સરકારના મંત્રી સંજયસિંહ મહિડા, ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ,ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમાર, ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર, ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ, સંગઠનના મહામંત્રીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યકરોએ ફટાકડા ફોડી હર્ષોલ્લાસ સાથે વિજયોત્સવ ઉજવ્યો હતો.
સાંસદ દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે બિહાર નો જનદેશ એ દર્શાવે છે કે બિહારમાં હવે જંગલરાજ નથી. બિહારની જનતા વિકાસ સાથે છે.દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અને બિહારમાં નિતીશકુમારના શાસનને જનતાએ આવકાર્યું છે.
રિપોર્ટર – યેશા શાહ (ખેડા)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel