મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ધોરી માર્ગો તથા મહાનગરો અને નગરોના રોડ-રસ્તાના કામોની ક્વોલિટીમાં કોમ્પ્રોમાઈઝ કે બાંધછોડ રાજ્ય સરકાર ચલાવશે નહી તેવા સ્પષ્ટ દિશાનિર્દેશો ગાંધીનગરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ અને મુખ્ય સચિવ એમ.કે. દાસની ઉપસ્થિતિમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં આપ્યા હતા. રાજ્યના મહાનગરોના મેયરશ્રીઓ, સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષઓ, મ્યુનિસિપલ કમિશનરઓ અને રિજનલ મ્યુનિસિપલ કમિશનરો આ બેઠકમાં વિડિયો કોન્ફરન્સીંગના માધ્યમથી જોડાયા હતા.
મુખ્યમંત્રીએ ગુરૂવારે યોજાયેલી આ બેઠકમાં સ્પષ્ટપણે જણાવ્યું કે, માર્ગો પરના પોટહોલ્સ પુરવાના કામો અગ્રતા ક્રમે હાથ ધરાય એટલુ જ નહી, સંબંધિત અધિકારીઓ, મ્યુનિસિપલ કમિશનરો અને ડેપ્યુટી કમિશનરો નિયમિત પણે ફિલ્ડ વિઝીટ કરીને કામોની ગુણવત્તા ચકાસતા રહે અને ૩૦મી નવેમ્બર સુધીમાં રોડ-રસ્તાની સમગ્રતયા સ્થિતિનો સ્થળ અહેવાલ રજૂ કરે. આ સંદર્ભે નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ અને નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર જી.એચ.સોંલકી દ્નારા નડિયાદ કોર્પોરેશનના વિસ્તારોની મુલાકાત લેવામાં આવી હતી. નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અંતર્ગત આવતા ૫૭ કિ.મી ના વિસ્તારમાં પેચ વર્ક અને રીસર્ફેસિંગની કામગીરી પૂર્ણ થઈ છે.
નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ અને નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર જી.એચ. સોંલકી દ્નારા NES સ્કૂલ પાસે ચાલુ રોડ, કેનાલથી હસ્તિનાપુરી સોસાયટી તરફ ચાલી રોડની સ્થળ મુલાકાત કરવામાં આવી હતી તે ઉપરાંત જી.યુ.ડી.સી. દ્વારા ચાલુ વૈશાલી અંડરપાસ ની પણ સ્થળ મુલાકાત કરવામાં આવી હતી. અને તેમના દ્વારા કામમાં ગુણવત્તા યોગ્ય રીતે જળવાય તે અંગે કોન્ટ્રાક્ટરોને સૂચના આપવામાં આવી છે.
નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં આગામી સમયમાં ૩૬ કિ.મી વિસ્તારમાં રિ-સર્ફેસિંગ/નવીનીકરણની કામગીરી થશે માટે કામમાં ગુણવત્તા જાળવવાની સાથે સાથે કામ નિયત સમય મર્યાદામાં પૂર્ણ થાય તે અંગે પણ તમામને તાકીદ કરવામાં આવ્યા.
રિપોર્ટર – યેશા શાહ (ખેડા)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel