કચ્છનાં કોટેશ્વર નારાયણ સરોવરમાં મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા ‘માનસ કોટેશ્વર’ ગાનનો લાભ મળ્યો છે. સંતો અને મહાનુભાવો સાથે સીમા સુરક્ષા બળનાં અધિકારીઓની ઉપસ્થિતિમાં રામકથા પ્રારંભ થયો છે.
ગુજરાત અને રાષ્ટ્રની સરહદ ઉપર કોટેશ્વર નારાયણ સરોવર ઝુલેલાલ મંદિર તીર્થક્ષેત્રમાં રામકથા પ્રારંભ થયો છે. મોરારિબાપુનાં વ્યાસાસને સંતો અને મહાનુભાવો સાથે સીમા સુરક્ષા બળનાં અધિકારીઓની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય સાથે રામકથા પ્રારંભ થયો છે.
મોરારિબાપુએ રામકથા પ્રારંભ કરાવતાં સૌ પ્રત્યે શુભ ભાવ વ્યક્ત કરી કચ્છની વિશેષ અને આ તીર્થની પવિત્ર ધરતી પર વધુ એક કથા અંગે રાજીપો જણાવ્યો અને પ્રારંભિક મંગલાચરણ સાથે રામકથા ‘માનસ કોટેશ્વર’ ગાન પ્રારંભ કરાયું. ઈશ્વર, બ્રહ્મ, પરમ વગેરે તત્વ શું છે? તે આ કથામાં ગાન વર્ણનમાં શિવજીનાં સંકેતનો ઉલ્લેખ કર્યો અને કથા મહાત્મ્ય જણાવ્યું.
ભૂદેવોનાં મંત્રોચ્ચાર સાથે કથા પ્રારંભે કથા મનોરથી પ્રવીણભાઈ તન્નાએ આવકાર સાથે પ્રસન્નતા વ્યક્ત કરી. સંતો મહંતોએ પણ પ્રાસંગિક વાત કરી મોરારિબાપુ પ્રત્યે અહોભાવ વ્યક્ત કરેલ.
મોરારિબાપુએ કચ્છમાં વધુ કથાઓ કર્યાનો ઉલ્લેખ કરી ‘કચ્છડો બારે માસ’ ઉલ્લેખ કરી આ ભૂમિ પ્રત્યે વંદના ભાવ જણાવ્યો.
કથાનાં પ્રારંભિક સંચાલનમાં સૂર્યશંકર ગોર રહ્યાં. આયોજન સમિતિનાં સભ્યો અને સ્વયંસેવકો દ્વારા સુંદર સંકલન થયું છે.
રિપોર્ટર-મૂકેશ પંડિત(ભાવનગર)