રાજસ્થાન વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલના પરિણામો સામે આવ્યા હતા જેમાં 4 રાજ્યોમાં કોણ સરકાર બનાવશે તેને લઈ એક્ઝિટ પોલ આપવામાં આવ્યા હતા. ઘણી એજન્સીઓ એક્ઝિટ પોલ રજૂ કર્યા હતા અને ચૂંટણી પરિણામોનો અંદાજ લગાવી રહ્યા છે. આપને જણાવી દઈએ કે 2018ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે રાજસ્થાનમાં 100 સીટો જીતીને સરકાર બનાવી હતી. જ્યારે ભાજપને 73 બેઠકો મળી હતી. ત્યારે ચાલો જાણીએ કે એક્ઝિટ પોલ અને હાલ આવી રહેલા ચૂંટણીના વલણો શું કહી રહ્યા છે.
- પોલ્સ્ટાર્ટના સર્વે અનુસાર રાજસ્થાનમાં કોંગ્રેસની 90-100 બેઠક પર આવે તેવી સંભાવના છે. તો ભાજપને 100-110 બેઠક પર મળે તેવી સંભાવના છે. તેમજ 5-15 બેઠક પર અન્ય પાર્ટી આવે તેવી શક્યતા છે.
- સી વોટરના સર્વે મુજબ 71-91 બેઠક કોંગ્રેસને મળે તેવી શક્યતા છે. તો અન્ય પાર્ટીને 9-19 બેઠક મળે તેવી સંભાવના છે.
- એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલ અનુસાર રાજસ્થાનમાં કોંગ્રેસ સત્તા જાળવી રાખશે. ભાજપ પક્ષને 80થી 100 બેઠકો મળી શકે છે.તો બીજી તરફ કોંગ્રેસને 86થી 106 બેઠકો મળે તેવી સંભાવના છે. તો અન્યના ફાળે 9થી 18 બેઠકો જઈ શકે છે.
- મેટ્રીઝના એક્ઝિટ પોલ અનુસાર રાજસ્થાનમાં ભાજપ સ્પષ્ટ બહુમતી મેળે તેવી સંભાવના છે. ભાજપને 115થી 130 બેઠકો મળી શકે છે. તો કોંગ્રેસને 65થી 75 બેઠકો પર સ્થાન મળી શકે છે. તો અન્યના ફાળે 12થી 19 બેઠકો જઈ શકે છે.
- ઈટીજીના સર્વે અનુસાર ભાજપને 108 થી 128 બેઠક મળે તેવી સંભાવના છે. તો કોંગ્રેસમાં 56-72 બેઠક મળે તેવી શક્યતા છે. તો અન્યના ફાળે 13-21 બેઠક પર આવી શકે છે.
આ પ્રમાણે એજન્સીઓએ પોતાના એક્ઝિટ પોલ આપ્યા હતા. જ્યારે હાલ ચૂંટણી પંચની વેબસાઈટ અનુસાર રવિવાર 11 વાગ્યાના શરૂઆતી વલણો મુજબ રાજસ્થાનમાં ભાજપ 106 પર આગળ છે જ્યારે કોંગ્રેસ 73 પર આગળ છે. જ્યારે IND 9,BSP 3 અને BHRTADVSIP 3 પર આગળ છે.