વોટ્સએપ પર કોઈ પણ વ્યક્તિ સાથે વાત કરવી હોય તો તેનો ફોન નંબર હોવા આવશ્યક છે. તમારા પાસે કોઈ વ્યક્તિનો નંબર હોય તો જ તમે તે વ્યક્તિ સાથે સરળતાથી કનેક્ટ રહી શકો છો.
WhatsApp આ પ્રક્રિયાને સરળ બનાવવા માટે નવું ફિચર લાવવા જઈ રહી છે. જેમાં તમે નંબર વગર પણ એકબીજા સાથે કનેક્ટ થઈ શકશો.
યુઝરનેમ એટલે કે દરેક વોટ્સએપ યુઝરનું યુનિક યુઝરનેમ હશે. જેને સર્ચ કરવાથી સામેની વ્યક્તિ તમારી સાથે સીધો કનેક્ટ કરી શકાશે. યુઝરનેમ આવ્યા બાદ તમારે તમારો મોબાઈલ નંબર શેર કરવાની જરૂર નહીં રહે.
આ ફીચર ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર તેમજ અન્ય સોશિયલ મીડિયામાં જે રીતે યુઝરનેમની રીતે જ કામ કરશે.જો કે મીડિયા રિપોર્ટસ અનુસાર વોટ્સએપ લોકોની માહિતીને વધુ ગોપનીય રાખવા માટે આવ ફિચર લાવી રહી છે.
જો કે હાલમાં જ વોટ્સએપે યુઝર્સ માટે સિક્રેટ કોડ ફીચર બહાર પાડ્યું છે. તેની મદદથી, વપરાશકર્તાઓ તેમની ગુપ્ત ચેટ્સને પાસવર્ડ વડે સુરક્ષિત કરી શકે છે જે તેમના લૉકસ્ક્રીન પાસવર્ડથી અલગ હશે.