ટાઉન પ્લાનિંગ ના નકશા પ્રમાણે અને માર્ગ મકાનની પરમિશન વગર રોયલ રેસીડેન્સી નું બાંધકામ ચાલી રહ્યું છે, તેમ છતાં ગ્રામ પંચાયત દ્વારા કેમ નોટિસ ફટકારવામાં આવી રહી નથી ?
સામાન્ય સભાના ઠરાવ મુજબ જૂનું બાંધકામ તોડીને નગર નિયોજન અને માર્ગ મકાન ખાતા ની નિયમ પ્રમાણે બાંધકામ કરવાનું હોય છે તેમ છતાં સરકારી નિયમને નેવે મૂકી ગેરકાયદેસર રીતે બે રોકટોક બાંધકામ ચાલી રહ્યું છે
વાલોડ ગ્રામ પંચાયત દ્વારા 2023 માં રોયલ રેસીડેન્સી ને સીલ મારવામાં આવ્યો હતું, તેમ છતાં સીલ તોડીને અંદર ગેરકાયદેસર રીતે બાંધકામ ચાલી રહ્યું છે તેમ છતાં વાલોડ ગ્રામ પંચાયત કેમ કોઈ પણ પ્રકારના કાયદાકીય પગલાં લેવા માટે ગભરાઈ રહ્યું છે.