હિન્દુ ધર્મમાં ગુરુ-શિષ્ય પરંપરા સદીઓ જૂની છે. સનાતન ધર્મમાં ઋષિ-મુનિઓ અને ગુરુઓના નામ ખૂબ જ આદરથી લેવામાં આવે છે. બહુ ઓછા લોકો જાણે છે કે સંત મહાત્માના નામની આગળ શ્રી શ્રી, 108 અને 1008 શા માટે લખવામાં આવે છે. તો ચાલો જાણીએ આ પાછળનું કારણ અને તેનો અર્થ.
સંતોના નામની આગળ શ્રી શ્રી, 108 અને 1008 લખવાની પરંપરાને સંસ્કૃત અને આધ્યાત્મિક શાસ્ત્રોમાં વિશેષ મહત્વ છે.
આ સંખ્યાઓના મહત્વ વિશે:
108 અને 1008 બંને સંખ્યાઓ સંખ્યા 9 (1+0+8 = 9, 1+0+0+8 = 9) સાથે જોડાય છે, જે પૂર્ણાંક, પૂર્ણતા અને બ્રહ્માંડની સંપૂર્ણતા દર્શાવે છે.
🔹 9 સંખ્યા હિંદુ ધર્મ અને જ્યોતિષ શાસ્ત્રમાં અતિ શક્તિશાળી માનવામાં આવે છે.
🔹 108 હિંદુ ધર્મમાં મંત્ર જપ, યોગાસન અને માલાના દાણાંની સંખ્યા તરીકે પણ પ્રચલિત છે.
🔹 1008 વધુ ઉંચા ગૌરવ અને આધ્યાત્મિક જ્ઞાન ધરાવતા મહાન સંતો માટે પ્રયોગ થાય છે
ઉદાહરણ:
➡ શ્રી શ્રી – આ બે વખત શ્રી એ શ્રીમંત (આત્મિક સંપત્તિ ધરાવતા) અને આદર સૂચવવા માટે છે.
➡ 108 – સાધુઓ કે સંતો માટે વિશેષ માન-મરાતબાનું સૂચક.
➡ 1008 – સૌથી ઊંચી પદવી, જે સામાન્ય રીતે મહાસંતો કે મોટા આધ્યાત્મિક ગુરુઓ માટે વપરાય છે.
આ શ્રેણી પ્રાચીન હિંદુ પરંપરાનો એક ભાગ છે, જે સંતોના ગૌરવ અને જ્ઞાનને રેખાંકિત કરે છે.
સનાતની પરંપરામાં 108 અને 1008 ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ પદવી મહામંડલેશ્વરોને આપવામાં આવી છે. વાસ્તવમાં સન્યાસીઓ નવને સંપૂર્ણ સંખ્યા માને છે. 108 [1+0+8=9] અથવા 1008 [1+0+0+8=9] બંને અંકોનો સરવાળો નવ છે.
આ સિવાય આ સંખ્યા હિન્દુ ધર્મના ઘણા તથ્યો સાથે પણ જોડાયેલી છે. ઉદાહરણ તરીકે, તેને શિવની સંખ્યા પણ ગણવામાં આવે છે કારણ કે મુખ્ય શિવંગોની સંખ્યા 108 છે. રૂદ્રાક્ષની માળામાં કુલ 108 પારા હોય છે. ગૌડીય વૈષ્ણવ ધર્મ અનુસાર વૃંદાવનમાં કુલ 108 ગોપીઓ હતી. વૈષ્ણવ ધર્મમાં વિષ્ણુના 108 દિવ્ય પ્રદેશોનું વર્ણન કરવામાં આવ્યું છે જેને 108 દિવ્યદેશમ કહેવામાં આવે છે.
કેટલાક સંતો અને તપસ્વીઓ આ પરંપરાને અનુસરતા નથી. જેમાં નિર્મલ અખાડા, ઉદાસી અને વૈરાગીનો સમાવેશ થાય છે. તેમ છતાં ધર્મનગરીના સંતો-મુનિઓ તેમના વાહનોની નંબર પ્લેટ પર 108 કે 1008 જોવા માંગે છે. જ્યારે વાહન નોંધણીની વાત આવે છે, ત્યારે સંતો અને સાધુ આ વિકલ્પોનો આગ્રહ રાખે છે. આ વાહનોના નંબર સાધુઓની આગવી ઓળખ છતી કરે છે. તેનું આકર્ષણ એવા સંતોમાં પણ છે જેમને 108 કે 1008ની પદવી ધરાવતા નથી.