વાવ થરાદ જિલ્લામાં થરાદ ખાતે આવેલી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ખાતે શ્રી મહાવીર ગૃપ થરાદ અને લાયન્સ કલબ ઓફ થરાદ સીટીના સંયુક્ત ઉપક્રમે મહિલા સુરક્ષાનો કાર્યક્રમ થરાદ પોલીસ સ્ટેશનના પીએસઆઈ ડી.કે. ચૌહાણના અધ્યક્ષતામાં યોજાયો હતો.
કાર્યક્રમનો શુભારંભ શાબ્દિક સ્વાગત અને પરિચિત્ત થયા બાદ લાયન્સ કલબના પ્રમુખ અને મહાવીર ગૃપના પ્રમુખે ઉદ્બોધન આપ્યુ હતું ત્યારબાદ પીએસઆઈ ડી.કે. ચૌહાણે બહેનોની સુરક્ષા માટે પોલીસની ટીમો કેવી રીતે કામ કરે છે અને બહેનોએ પોતાની સુરક્ષા કેવી રીતે સુનિશ્ચિત કરી શકાય તે વિશે સમજ આપી વિદ્યાર્થીની બહેનોને માર્ગદર્શન પુરું પાડયુ હતું.
૧૮૧ અભયમ ટીમની કાર્ય પધ્ધતિની સમજ થકી બહેનોએ પોતાની સુરક્ષા માટે મોબાઈલનો ઉપયોગ કરી કેવી રીતે સદુપયોગ કરવો એની સમજ અપાઈ હતી, કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તમામ બહેનોને બોલ પેનની ભેટ અપાઈ હતી, આ પ્રસંગે લાયન ડિસ્ટ્રીક ઓફિસર ડૉ. રિતેશભાઈ પ્રજાપતિ, પ્રમુખ કીર્તીભાઈ આચાર્ય, શ્રી મહાવીર ગૃપ થરાદના પ્રમુખ રાજેશભાઈ જોષી, યુવા પ્રમુખ અરવિંદભાઈ પુરોહિત, કિરણભાઈ રબારી, જગદીશભાઈ જોષી, અનોપસિંહ ચૌહાણ સહિત સમગ્ર ટીમ, પીએસઆઈ ડી.કે. ચૌહાણ, ૧૮૧ અભયમ ટીમના કાઉન્સિલર બિનલબેન, હેડ કોન્સ્ટેબલ ખેમીબેન, સી ટીમની બહેનો, કેજીબીવી વોર્ડન સોનલબેન, આનંદ ક્લિનિકના ડૉ. નવિનભાઈ ચૌધરી, ચંદ્રિકાબેન ચૌધરી સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel