નડિયાદ પીજ ભાગોળ ખાતે આવેલ મૈત્રી સંસ્થા કે જે દિવ્યાંગ બાળકોના સર્વાંગી વિકાસ માટે છેલ્લા 26 વર્ષથી સેવારત છે, જેમાં વિશ્વ વિકલાંગ દિનની ઉજવણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં ફીનોલેક્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને મુકુલ માધવ ફાઉન્ડેશનના સીએસઆર હેડ નિતુલભાઇ બારોટ, દેવાંગભાઈ એડવોકેટ, અજયભાઈ દાતા પધારી દિવ્યાંગ બાળકો સાથે આ દિવસની ઉજવણી કરી હતી જેમાં વર્લ્ડ ડિસેબલ ડે નિમિત્તે કેક કાપી બાળકો સાથે ઉજવવામાં આવેલ, આ ઉપરાંત વર્લ્ડ પેરા ટાઇકવોન્ડો ચેમ્પિયનશિપમાં વિજેતા પ્રિતેશ પટેલ દ્વારા સંસ્થાના દિવ્યાંગ બાળકોને ટાઇકવોન્ડો ની તાલીમ આપવામાં આવી હતી તથા તમામ બાળકોને માટે ડ્રોઈંગ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યું હતું.
અંતમાં, મૈત્રી સંસ્થાના ડાયરેક્ટર મેહુલભાઈ પરમાર એ ઉપસ્થિત સૌનું આ કાર્યક્રમમાં હાજરી આપવા અને સહકાર આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.