ગુજરાતના ગૌરવ ગણાતા સિંહો સામે ફરી એકવાર ભેદી રોગચાળાનું સંકટ ઊભું થયું છે. તાજેતરમાં અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના કાગવદર સિમ વિસ્તારમાં 2 સિંહબાળના શંકાસ્પદ મોત થયા છે, જેના કારણે આ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળ્યો હોવાની શક્યતાએ વનવિભાગને ચિંતિત કરી દીધું છે. બંને સિંહબાળના મોતને ગંભીરતાથી લઈ વનવિભાગે તરતજ કામગીરી શરૂ કરી છે અને 11 સિંહોનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું છે. આ દરમિયાન 9 સિંહબાળ અને 1 સિંહણ સહિત કુલ 10 સિંહોને પાંજરે પુરવામાં આવ્યા છે, જ્યારે બચેલા સિંહબાળની હાલત પણ નાજુક હોવાનું જણાવાયું છે.
આ સમગ્ર ઘટનાની પૃષ્ઠભૂમિમાં જોવામાં આવે તો, જે વિસ્તારની આ ઘટના છે તે રેવન્યુ અને માઇન્સ વિસ્તારોમાં આવેલો છે, જ્યાં ઔદ્યોગિક પ્રવૃત્તિઓ પણ ચાલી રહી છે. આ વિસ્તારોમાં વસવાટ કરતા સિંહો પર પણ હાલતની અસર પડી હોવાની આશંકાએ વનવિભાગને સક્રિય બનાવ્યું છે. હાલ જાફરાબાદ રેન્જમાં વનવિભાગ દોડતું થયું છે અને સમગ્ર વિસ્તારમાં સિંહોના સ્કેનિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે.
વનવિભાગ દ્વારા મૃત સિંહબાળોના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે અને એનિમલ હેલ્થ એક્સપર્ટ્સની ટીમ દ્વારા અન્ય સિંહોના સ્વાસ્થ્યની પણ સંપૂર્ણ તપાસ હાથ ધરાઈ છે. વનવિભાગે આશંકા વ્યક્ત કરી છે કે કોઈ અજાણતી રોગચાળો ફાટી નીકળ્યો હોઈ શકે છે, જેને તાત્કાલિક ઓળખવા માટે લેબોરેટરી ટેસ્ટ અને સેમ્પલ એનાલિસિસ કરાશે.
વિપુલ લહેરી (પૂર્વ વાઈલ્ડ લાઈફ વોર્ડન અમરેલી)એ જણાવ્યું હતું કે ‘વર્ષ 2018 માં પણ રોગચાળાના કારણે 22 સિંહો મૃત્યુ પામ્યા હતા. આ બનાવ બાદ સરકાર દ્વારા વહેલામાં વહેલી તકે ટેસ્ટ થાય અને લેબોરેટરી થાય જેથી કોઈ રોગચાળો ફાટી નીકળ્યો છે કે કેમ? તેનો ખ્યાલ આવી શકે તેવી માંગ ઉઠી છે.’
પરિણામે, ગુજરાતના જંગલના રાજા ગણાતા સિંહોની સલામતી અને સ્વાસ્થ્ય અંગે ફરી એકવાર ચિંતાની લાગણી ઉદ્ભવી છે. આ ઘટનાની પછાત કામગીરી, તપાસ અને સિંહોની કાળજીમાં કોઈ કચાશ ન રહે તે સરકાર માટે અગ્રમુખે રહેશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel