બોલિવૂડમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. આમિર ખાન, આર. માધવન અને શરમન જોશી અભિનીત સુપરહિટ ફિલ્મ ‘3 ઈડિયટ્સ’માં પ્રોફેસરનો રોલ કરીને લોકપ્રિય બનેલા દિગ્ગજ અભિનેતા અચ્યુત પોતદાર હવે આ દુનિયામાં નથી રહ્યા. 91 વર્ષની વયે તેમનું અવસાન થયું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેઓ ઘણા સમયથી ઉંમર સંબંધિત આરોગ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા. ગઈકાલે રાત્રે અચાનક બેભાન થઈ જતા તેમને થાણેની જ્યુપિટર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ તબિયત વધુ બગડતા તેમને બચાવી શકાયા નહોતા. તેમના પરિવારજનોએ માહિતી આપી છે કે અચ્યુત પોતદારના અંતિમ સંસ્કાર 19 ઓગસ્ટે થાણે ખાતે સાંજે 4 વાગ્યે કરવામાં આવશે, જ્યાં પરિવાર અને નજીકના મિત્રોની હાજરી રહેશે.
અચ્યુત પોતદારનો જન્મ 22 ઓગસ્ટ, 1934ના રોજ મધ્ય પ્રદેશના જબલપુરમાં એક મરાઠી બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમનું બાળપણ ઈન્દોરમાં વીત્યું. તેમણે 1961માં અર્થશાસ્ત્રમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી. અભિનય ક્ષેત્રમાં પ્રવેશ કરતાં પહેલાં તેમણે ભારતીય સશસ્ત્ર દળોમાં સેવા આપી અને બાદમાં ઈન્ડિયન ઓઈલ કંપનીમાં નોકરી કરી. તેમ છતાં, અભિનય પ્રત્યેનો જુસ્સો તેમને ફિલ્મ ઈન્ડસ્ટ્રી તરફ ખેંચી લાવ્યો. ખાસ વાત એ રહી કે તેમણે પોતાના અભિનય કારકિર્દીની શરૂઆત 45 વર્ષની ઉંમરે કરી હતી, જે ઘણીવાર મોડું માનવામાં આવે છે, પરંતુ તેમની પ્રતિભા અને મહેનતે તેમને બોલિવૂડમાં આગવી ઓળખ અપાવી.
आमिर खान की फिल्म फिल्म '3 इडियट्स' में निभाए हुए प्रोफेसर के किरदार के लिए मशहूर एक्टर अच्युत पोतदार का 91 वर्ष की आयु में निधन हो गया है. सोमवार, 18 अगस्त 2025 को उन्होंने इस दुनिया को अलविदा कहा.#achyutpotdar #Entertainment #Bollywood #AamirKhan pic.twitter.com/xfZAqs4uRR
— One India News (@oneindianewscom) August 19, 2025
તેમની લાંબી કારકિર્દીમાં અચ્યુત પોતદારે 125થી વધુ ફિલ્મો, 95 ટેલિવિઝન સીરિયલ્સ, 26 નાટકો અને 45 જાહેરાતોમાં અભિનય કર્યો હતો. તેમણે હિન્દી ઉપરાંત મરાઠી સિનેમા અને ટીવી શોમાં પણ પોતાના અભિનયના છાપ મૂકી. તેમની કારકિર્દીની કેટલીક યાદગાર ફિલ્મોમાં ‘આક્રોશ’, ‘અર્ધ સત્ય’, ‘પરિંદા’, ‘રાજૂ બન ગયા જેન્ટલમેન’, ‘દિલવાલે’, ‘યે દિલ્લગી’, ‘રંગીલા’, ‘મૃત્યુદંડ’, ‘યશવંત’, ‘ઇશ્ક’, ‘વાસ્તવ’, ‘આ અબ લૌટ ચલેન’, ‘હમ સાથ સાથ હૈ’, ‘તેજાબ’, ‘પરિણીતા’, ‘લગે રહો મુન્નાભાઈ’, ‘દબંગ 2’ અને ‘3 ઈડિયટ્સ’ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.
‘3 ઈડિયટ્સ’માં તેમનો એક ડાયલોગ — “અરે, કહેના ક્યા ચાહતે હો?” — ખૂબ જ લોકપ્રિય થયો હતો. આ ડાયલોગ પર અનેક મીમ્સ બન્યાં હતા અને આજે પણ સોશિયલ મીડિયા પર તેનો ઉપયોગ થતો રહે છે. આ એક જ ડાયલોગે તેમને યુવાનોની વચ્ચે અલગ ઓળખ અપાવી હતી.
અચ્યુત પોતદાર માત્ર એક અભિનેતા જ નહોતા, પરંતુ એક સમર્પિત કલાકાર હતા જેમણે પોતાના અભિનય દ્વારા અનેક પેઢીઓને મનોરંજન આપ્યું. તેમની હાજરીએ ભારતીય સિનેમાને ગૌરવ આપ્યું અને તેમનું અવસાન ઉદ્યોગ માટે એક મોટી ક્ષતિ છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel