તાપી જિલ્લાના જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે ૭૮માં સ્વાતંત્ર્યતા પર્વની હર્ષ ઉલ્લાસથી ઉજવણી તાપી જિલ્લાના રાજ્યકક્ષા વન અને પર્યાવરણ મંત્રી અને પ્રભારી મંત્રી મુકેશભાઇ પટેલના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી.
સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે પ્રભારીમંત્રી મુકેશભાઇ પટેલે પ્રાસંગિક ઉદ્બોધનમાં ૭૮માં સ્વાતંત્ર્ય પર્વની સૌને શુબેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે આજે દેશને વિકસિત બનાવવા માટે વિકસિત ગુજરાતના સંકલ્પને લઇ આગળ વધવાનો એક અવસર છે.
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૪૭માં રાષ્ટ્રને વિકસિત બનાવવાનું અભિયાન હાથ ધર્યું છે.
આ પ્રસંગે રાજ્ય સરકાર તરફથી તાપી જિલ્લામાં વિકાસના કામો માટે રૂપિયા ૨૫ લાખનો ચેક જિલ્લા વહિવટી તંત્ર વતી કલેકટર ડો.વિપિન ગર્ગ ને અર્પણ કરાયો હતો.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ડો.વિપિન ગર્ગ,જિલ્લા વિકાસ અધિકારી વી.એન.શાહ, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલ, નાયબ વન સંરક્ષક અધિકારી પુનિત નૈયર, જિલ્લા પંચાયત પ્રમુખ જાલમ સિંહ વસાવા, ધારાસભ્ય મોહનભાઈ કોંકણી, ધારાસભ્ય ડૉ.જયરામભાઈ ગામીત,મયંકભાઈ જોષી સહિત વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ/પદાધિકારીઓ-કર્મચારીઓ, બાળકો સહિત જાહેરજનતા બહોળી સંખ્યામાં ઉપસ્થિનત રહ્યા હતાં.
રીપોર્ટર :- વિકાસ શાહ(તાપી)