તેલંગાણા વિધાનસભાની 119 બેઠકો માટે 30 નવેમ્બરે મતદાન થશે, જેના પરિણામો બાકીના ચાર રાજ્યોની સાથે 3 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. જેને લઈને ચૂંટણીને લઈને ચાલતી તેજ ગતિવિધિઓ વચ્ચે જગતિયાલમાં એક ચૂંટણી રેલીને સંબોધતા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે જો ભારતીય જનતા પાર્ટી તેલંગાણામાં સત્તા પર આવશે તો મુસ્લિમ આરક્ષણ ખતમ કરશે. વધુમાં ગૃહ પ્રધાન અમિત શાહે શાસક પક્ષના વડા અને મુખ્ય પ્રધાન કેસીઆર, કોંગ્રેસ અને અસદુદ્દીન ઓવૈસી પર નિશાન સાંધી આકરા પ્રહારો કર્યા હતા.
By announcing the formation of the Turmeric Board, Modi Ji has paved the way for solving many of the problems faced by the farmers. pic.twitter.com/nsKa99E6gX
— Amit Shah (@AmitShah) November 20, 2023
ગૃહ પ્રધાન અમિત શાહે ભારત રાષ્ટ્ર સમિતિ, કોંગ્રેસ અને એઆઈએમઆઈએમને વંશવાદની પાર્ટીઓ હોવાનું કહી ત્રણેય પક્ષોમાં તે વંશવાદ ચરમસીમા પર હોવાનો દાવો કર્યો હતો. તેમણે કહ્યું કે કેસીઆર સરકારમાં ગેરરીતિ અને તમામ ડીલને તપાસી જો ભ્રષ્ટાચાર બહાર આવશે તો જેલમાં મોકલવાની ખતરી આપી હતી. ગૃહ પ્રધાન અમિત શાહે તેલંગાણામાં મદિગા સમુદાય માટે એસસી કેટેગરીમાં અનામતની પણ જાહેરાત કરી હતી.
The overwhelming turnout at the Uppal roadshow is a testament to the Telangana people's trust in the welfare policies of the Modi government. pic.twitter.com/OzKGCN9h3X
— Amit Shah (@AmitShah) November 20, 2023
તેઓએ કહ્યું કે અમે નક્કી કર્યું છે કે મદિગા સમુદાયને એસસી કેટેગરી હેઠળ આરક્ષણમાં વર્ટિકલ ક્વોટા મળશે, સાથે તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીના ડરને કારણે હૈદરાબાદ મુક્તિ દિવસની ઉજવણી કરતા નથી. પરંતુ સરકાર બનતાની સાથે જ અમે ઉજવણીની દિશામાં કામ કરીશું..