સોશિયલ મીડિયા પર ડીપફેક્સના ખતરાને ઘ્યાને રાખતા કેન્દ્ર સરકાર એલર્ટ મોડમાં જોવા મળીરહી છે. તેને નિયંત્રિત કરવા માટે કડક નિયમો બનાવવામાં આવશે અને સતત બેઠકોનો દોર શરુ છે. તાજેતરમાં કેન્દ્રીયમંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે, આ પ્રકારની વસ્તુની તપાસ માટે અધિકારીની નિમણૂક કરવામાં આવશે.
#WATCH | On Deep fake issue, MoS Electronics & Technology Rajeev Chandrasekhar says, "Today we had a very longish meeting with all of the important players on the Internet, the Internet intermediaries. And we have raised the issue of Deep Fakes with them… I reminded them that… pic.twitter.com/m8UHlVwXRI
— ANI (@ANI) November 24, 2023
કેન્દ્રીયમંત્રીએ સોશિયલ મીડિયા કંપનીઓ સાથે કરી મુલાકાત
કેન્દ્રીયમંત્રીએ સોશિયલ મીડિયા કંપનીઓ સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ તેમણે કહ્યું કે, ડીપફેક સામગ્રી સામે કાર્યવાહી સુનિશ્ચિત કરવા માટે અધિકારીઓની નિમણૂક કરવામાં આવશે. ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે મહિનાની શરૂઆતમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ માટે એક એડવાઇઝરી જારી કરી હતી, જેમાં આ પ્રકારની કાયદાકીય જોગવાઈઓની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી. અગાઉ પણ ચંદ્રશેખરે કહ્યું હતું કે, ખોટી માહિતીના ફેલાવાને રોકવા માટે ઑનલાઇન પ્લેટફોર્મની કાયદાકીય જવાબદારી છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મના પ્રતિનિધિઓ સાથેની બેઠક બાદ ચંદ્રશેખરે કહ્યું કે, આજથી, આઈટી નિયમોના ઉલ્લંઘન માટે ઝીરો ટોલરન્સ સેટ કરવામાં આવશે. જે પણ કોઈ વચેટિયા હશે તેના વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવશે. તેની નોંધ લેવાશે અને તે વસ્તુ ક્યાંથી આવી તેની માહિતી વચેટિયા દ્વારા આપવામાં આવશે તો વસ્તુને શેર કરનાર વ્યક્તિ સામે પણ FIR દાખલ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મને IT નિયમો અનુસાર ફેરફાર કરવા માટે સાત દિવસનો સમય આપવામાં આવ્યો છે.