વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે (2 ડિસેમ્બર) કતારના અમીર શેખ તમીમ બિન હમદ અલ-થાની સાથે મુલાકાત કરીને દ્વિપક્ષીય સંબંધોને લઈને ચર્ચા કરી. તેલ સમૃદ્ધ દેશમાં ભારતીય સમુદાયના કલ્યાણ પર વાત થઈ.
વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા ‘X’ પર શનિવારે લખ્યું, ‘દુબઈમાં COP28 સમિટના કતારના અમીર શેખ તમીમ બિન હમદ સાથે મુલાકાતનો અવસર મળ્યો. દ્વિપક્ષીય ભાગીદારીની સંભાવના અને કતારમાં ભારતીય સમુદાયના કલ્યાણને લઈને અમારી સારી વાતચીત થઈ.’
On the sidelines of the #COP28 Summit in Dubai yesterday, had the opportunity to meet HH Sheikh @TamimBinHamad, the Amir of Qatar. We had a good conversation on the potential of bilateral partnership and the well-being of the Indian community in Qatar. pic.twitter.com/66a2Zxb6gP
— Narendra Modi (@narendramodi) December 2, 2023
શા માટે ખૂબ મહત્વની છે આ બેઠક ?
બંને નેતાઓ વચ્ચે એવા સમયથી મુલાકાત થઈ જ્યારે કતારમાં ભારતના આઠ પૂર્વ નૌસૈનિકોને મોતની સજા સંભળાવવામાં આવી છે. ભારત સરકાર આ લોકોની દેશ વાપસીનો પ્રયાસ કરી રહી છે અને સજા વિરૂદ્ધ કોર્ટમાં અપીલ કરી છે. ત્યારે હવે બંને દેશોના વડાઓ વચ્ચે થયેલી મુલાકાતને ખૂબ મહત્વની ગણવામાં આવી રહી છે.
ભારતે શું કહ્યું હતું?
ભારતીય નૌસેના આઠ પૂર્વ કર્મીઓને કતારની એક કોર્ટે 26 નવેમ્બરે મોતની સજા સંભળાવી હતી. જેના પર ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, આ નિર્ણયથી તેઓ સ્તબ્ધ છે. સમગ્ર મામલે તમામ કાયદાકીય વિકલ્પો પર વિચાર કરાઈ રહ્યો છે.
ત્યારે, નૌસેના પ્રમુખ એડમિરલ આર હરિ કુમારે શુક્રવારે કહ્યું હતું કે, પૂર્વ નૌસૈનિકોને પરત લાવવાના ભારત સરકાર તમામ સંભવ પ્રયાસ કરી રહી છે.
શું છે મામલો?
આ આઠ નૌસૈનિક ભારતીય નાગરિક અલ દાહરા કંપનીમાં કામ કરી રહ્યા હતા અને તેમને ગત વર્ષ ઓગસ્ટમાં જાસૂસીના કથિત મામલે કસ્ટડીમાં લેવાયા હતા. જોકે, કતારે સત્તાવાર રીતે આરોપોને લઈને કંઈ સ્પષ્ટ નથી કર્યું.