આંધ્ર પ્રદેશના બાપલટામાં ચક્રવાત મિચોંગના લેન્ડફોલની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને વિનાશક વાવાઝોડાને લઈને પૂર્વ કિનારાના 5 રાજ્યો એલર્ટ મોડ પર છે. વાવાઝોડાની અસરને કારણે ચેન્નઈમાં ભારે વરસાદની પડી રહ્યો છે તેમજ આંધ પ્રદેશમાં પણ ભારે પવન ફૂંકાવા લાગ્યો છે.
The Severe Cyclonic Storm “Michaung” (pronounced as Migjaum) over westcentral Bay of Bengal along and off South Andhra Pradesh coast moved northwards with a speed of 10 kmph during past 06 hours and lay centered at 1330 hours IST of 5th december, 2023 over Andhra Pradesh coast
— India Meteorological Department (@Indiametdept) December 5, 2023
IMDએ એલર્ટ જાહેર કર્યું
બંગાળની ખાડીમાં બીજી ડિસેમ્બરે સર્જાયેલ મિચોંગ ચક્રવાત આજે ગંભીર ચક્રવાત બન્યા બાદ આંધ પ્રદેશના દરિયાકાંઠે પહોંચી ગયું છે. IMDના મહાનિર્દેશક ડૉ. મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું હતું કે વિનાશક ચક્રવાત મિચોંગ આગામી બે કલાકમાં બાપટલા નજીક આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ત્રાટકશે. લેન્ડફોલની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. પવનની ઝડપ 90-100 કિમી પ્રતિ કલાક રહેશે. આ સમયગાળા દરમિયાન આંધ્રપ્રદેશમાં ભારે વરસાદ ચાલુ રહેશે. આવતીકાલે સવાર સુધીમાં તે ડિપ્રેશનમાં નબળું પડી જશે.
ચક્રવાતના પગલે નાગરિકોને દરિયાકાંઠેથી દૂર કરાયા
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વાવાઝોડાની અસર આગામી ત્રણ કલાક સુધી જ રહેશે. ઉલ્લેખનીય છે કે સાવચેતીના પગલા તરીકે, રાજ્ય અને કેન્દ્ર સરકારોએ આંધ્ર પ્રદેશ, તમિલનાડુ અને પુડુચેરીમાં NDRF ટીમો તૈનાત કરી દીધી છે. આ દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રીએ બંને રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી અને શક્ય તમામ મદદની ખાતરી આપી હતી. આંધ્રપ્રદેશના બાપટલા કાંઠા પર ચક્રવાત મિચોંગની અસરના પગલે તમામ નાગરિકોને પહેલા જ દરિયાકાંઠેથી દૂર કરવામાં આવ્યા છે.