સરદાર વલ્લભભાઈ સમાજ સેવા ટ્રસ્ટ સંચાલિત, ધર્મસિંહ દેસાઈ ટેકનીકલ હાઈસ્કૂલ નડિયાદમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે વાલી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમાં અતિથિ વિશેષ તરીકે વિષ્ણુભાઈ પટેલ (નિવૃત્ત શિક્ષક) હાજર રહ્યા હતાં.
શાળાના કેમ્પસ કો.ઓર્ડીનેટર આર.કે. પટેલ, શાળાના આચાર્ય જતનકુમાર જોષીની અધ્યક્ષતામાં સવારે 9:00 કલાકે મિટિંગની શરૂઆત કરવામાં આવી હતી.
અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત વિષ્ણુભાઈ પટેલે બાળકોને વાંચન, જમવા અને તેમની દૈનિક પ્રવૃત્તિઓ વિશેની સમજ આપી હતી. શાળાના કો.ઓર્ડીનેટરશ્રીએ પણ વિદ્યાર્થીઓને તેમજ વાલીશ્રીઓને અભ્યાસમાં પ્રગતિ કેવી રીતે કરાવી શકાય તેની માહિતી આપી હતી. શાળાના આચાર્ય દ્વારા બાળકોમાં પરિણામ સુધારણા માટેના સૂચનો વાલીઓને તેમજ વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા હતા.
તે ઉપરાંત સમગ્ર શાળાના શિક્ષકો દ્વારા વ્યક્તિગત રીતે પણ વિદ્યાર્થીઓને તેમજ તેમના વાલીશ્રીઓને માર્ગદર્શન અને પરિણામ સુધારણા વિશે સૂચનો કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક શ્રી અનિલભાઈ ગઢવી દ્વારા કરવામાં આવ્યું હતું.