PM મોદીની હાજરીમાં વિષ્ણુદેવ સાયએ છત્તીસગઢનાં CM તરીકે શપથ લીધાં. અજિત જોગી બાદ રાજ્યને બીજી વાર આદિવાસી સીએમ મળ્યાં છે. શપથવિધિ બાદ CM વિષ્ણુદેવ સાય મંત્રાલય પહોંચશે.
#WATCH | PM Modi attends the swearing-in ceremony of Chhattisgarh CM-designate Vishnu Deo Sai in Raipur pic.twitter.com/fdnimtaarr
— ANI (@ANI) December 13, 2023
PM મોદીની હાજરીમાં લીધા શપથ
વિષ્ણુદેવ સાયએ રાજ્યપાલની હાજરીમાં રાયપુરનાં સાયન્સ કોલેજમાં મુખ્યમંત્રી પદ માટે શપથ લીધાં. રાજ્યપાલે તેમને પદ અને ગોપનીયતાની શપથ લેવડાવી. આ દરમિયાન PM મોદી સહિત અને ગણમાન્ય નેતાઓએ હાજરી આપી. છત્તીસગઢના સીએમની સાથે વિજય શર્મા અને અરુણ સાવએ ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધાં.
અનેક ગણમાન્ય નેતાઓ હાજર
આ શપથગ્રહણ દરમિયાન PM મોદી સહિત અમિત શાહ, જે.પી.નડ્ડા, નિતિન ગડકરી, યોગી આદિત્યનાથ, પુષ્કરસિંહ ધામી, રામદાસ અઠાવલે સહિત અનેક ગણમાન્ય નેતાઓ હાજર રહ્યાં હતાં. CM પદ માટે શપથ લીધાં બાદ મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાય મંત્રાલય જશે અને સંભાવના છે કે મંત્રાલય પહોંચ્યા બાદ તેઓ કંઈક મોટું એલાન કરશે. વિષ્ણુ દેવ સાયનાં સ્વાગતની તૈયારીઓ મંત્રાલયમાં પૂર્ણ થઈ ગઈ છે.
કોણ છે વિષ્ણુદેવ સાય?
વિષ્ણુદેવ સાય છત્તીસગઢના કુંકુરી મત વિસ્તારના છે. રાજ્યમાં આદિવાસી સમુરાઇની સૌથી વધુ વસ્તી છે અને સાય આ સમુદાયના છે. અજિત જોગી બાદ છત્તીસગઢમાં અન્ય કોઇ મુખ્યમંત્રી બનાવી શકાયા નહોતા. ભાજપે બીજી વાર આદિવાસી સીએમ પસંદ કર્યાં છે. વિષ્ણુદેવ સાય 2020માં ભાજપના પ્રદેશ અધ્યક્ષ રહી ચૂક્યા છે. તેઓ સાંસદ અને કેન્દ્રીય મંત્રી પણ રહી ચૂક્યા છે. એટલું જ નહીં સાયની ગણના સંઘના નજીકના નેતા તરીકે થાય છે. તેઓ 1999થી 2014 સુધી રાયગઢથી સાંસદ હતા. મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં સાયને કેન્દ્રમાં મંત્રી બનાવવામાં આવ્યા હતા. જે બાદ તેમણે સંગઠન પદ પરથી રાજીનામું આપી દીધું હતું.