ઈઝરાયલના નેતા ઈસાક હર્ઝોગે પ્રમુખ નેતન્યાહુ વતી બોલતા સાફ શબ્દોમાં કહી દીધું હતું કે ઈઝરાયલ દ્વિ-રાષ્ટ્ર-સિદ્ધાંત સ્વીકારવા તૈયાર નથી.
અમેરિકાના રાષ્ટ્રીય સલામતી સલાહકાર જેક સુલીવાનની આવતી કાલે અહીં યોજાનારી મંત્રણાના આગળના દિવસે જ ઈસાક હર્ઝોગે એસોસિએટેડ પ્રેસને આપેલી મુલાકાતમાં કહ્યું કે ”જ્યારે મારો દેશ હમાસે ૭ ઓક્ટોબરે કરેલા હુમલાની યાદમાં હજી પણ શોકમગ્ન છે. હજી પણ આઘાતમાં છે ત્યારે (પેલેસ્ટાઈન)ના સ્વતંત્ર રાજ્ય સ્થાપવવાની વાત કરવાનો આ સમય નથી. મારો પ્રશ્ન છે કે ”દ્વિ-રાષ્ટ્ર-સિદ્ધાંત” તેનો ઉકેલ છે, તેવું શા માટે ? શું કામ ? (દ્વિ-રાષ્ટ્ર-રચાવા જોઈએ). આ તો ભાવનાઓનો પ્રશ્ન છે, તે ભાવનાત્મકતાથી જ જોવો જોઈએ. ૭મી ઓકટોબરના હમાસના હુમલાની યાદ હજી તાજી જ છે.
તેમણે વધુમાં કહ્યું : ”દ્વિ-રાષ્ટ્રની વાત કરતા પહેલા અમે કઈ વેદના સહી રહ્યા છીએ અમો કેટલા આઘાતમાં છીએ. તેઓ વિચાર કરવો જ જોઈએ. સાથે અમારી સલામતીનો પણ વિચાર કરવો જોઈએ. અમારા લોકોની સલામતી વિચારવી જોઈએ.”
વાસ્તવમાં હર્ઝોગની પાર્ટી-લેબર પાર્ટી એક સમયે દ્વિ-રાષ્ટ્ર-સિદ્ધાંત (ઈઝરાયલ અને પેલેસ્ટાઈન)ની સમર્થક હતી પરંતુ ઓકટોબર ૭ ના હમાસના હુમલા પછી તેનું વલણ તદ્દન પલ્ટાઈ ગયું તે હુમલામાં ૧૨૦૦ લોકોના મૃત્યુ થયા. ૨૪૦ થી વધુને હમાસે બંધક બનાવ્યા. આ પછી ઘમાસણ યુદ્ધ શરૂ થઈ ગયું જેનો નજીકના ભવિષ્યમાં તો અંત આવે તેમ લાગતું નથી.
ઈઝરાયલે પહેલા ભૂમધ્ય સાગરના તટે આવેલી ગાઝાપટ્ટીના ઉપરના ભાગમાંથી પેલેસ્ટાઈનીઓને દુર જવા- દક્ષિણમાં ખસી જવા જણાવ્યું. હવે દક્ષિણમાં પણ આક્રમણ શરૂ કરી દીધું છે.
નિરીક્ષકોએ આશંકા છે કે સમગ્ર ગાઝાપટ્ટીમાં જ પેલેસ્ટાઈનીઓને દુર કરવાથી જ ઈઝરાયલની નેમ છે. અમેરિકા પણ બહારથી શાંતિની વાતો કરે છે. તેને અનુકુળ છે કે જેથી તેના યુદ્ધ જહાજો ગાઝાપટ્ટી ઉપર લાંગરી શકે જરૂર પડે સિનાઈ દ્વિપકલ્પ સુધી ત્યાંથી તેઓ પ્રસરી શકે. શાંતિની વાતો ”ઢાંક-પીછોડી” છે.