વિકસિત ભારત સંકલ્પ યાત્રા દેશમાં શરૂ કરવામાં આવી ચૂકી છે. આજે જે 5 રાજ્યમાં આ યાત્રાને લીલી ઝંડી બતાવવામાં આવી તેમાં મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગાણા અને મિઝોરમ છે. આ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન લાગુ આચારસંહિતાના કારણે આ યોજનાને લાગુ કરવામાં આવી નહતી. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે છેલ્લા 1 મહિના દરમિયાન આ યાત્રા ના માત્ર શહેરી વિસ્તાર પણ હજારો ગ્રામીણ વિસ્તારોમાં જઈ ચૂકી છે.
વડાપ્રધાન મોદીએ આ દરમિયાન કહ્યું કે આજે જે 5 રાજ્યોમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા શરૂ થઈ રહી છે, ત્યાંની નવી સરકારોને અપીલ છે કે તે પોતાના રાજ્યોની જનતા સુધી આ યોજનાનો લાભ પહોંચાડવા માટે દરેક વ્યવસ્થાને મજબૂત કરે. તેમને કહ્યું કે અમારી સરકારનો ઉદ્દેશ્ય સમાજના દરેક તબક્કા સુધી કેન્દ્રની યોજનાઓનો લાભ પહોંચાડવાનો છે.
આ દરમિયાન વડાપ્રધાન મોદીએ વર્ચ્યુલ માધ્યમથી ઘણા લાભાર્થીઓ સાથે વાતચીત કરી. લાભાર્થીઓએ વડાપ્રધાન મોદી સાથે વાત કરતા પોતાના અનુભવ શેર કર્યા. વિકસિત ભારત સંકલ્પ યાત્રા દેશના તે ગરીબ, ખેડૂત, મજૂરો માટે ખાસ રીતે શરૂ કરવામાં આવી છે. જેમના સુધી કેન્દ્ર સરકારની ગેરંટીવાળી યોજનાઓ પહોંચી શકી નથી.
શનિવારે વર્ચ્યુલ વાતચીત દરમિયાન મુંબઈથી જોડાયેલી મહિલા સાહસિક મેઘનાએ જણાવ્યું કે તે સિંગલ મધર છે. તેની સામે રોજગારનું સંકટ હતું, ત્યારે તેને મુદ્રા યોજના હેઠળ બેન્કમાંથી લોન લીધી અને પોતાનો વ્યવસાય શરૂ કર્યો. મેઘનાએ જણાવ્યું કે આજે તેનો બિઝનેસ ખુબ સારો ચાલી રહ્યો છે અને તેને ઘણી મહિલાઓને પણ રોજગાર આપ્યો છે. તે જ રીતે ગુવાહાટીથી કલ્યાણીએ જણાવ્યું કે તેને પણ બેન્કમાંથી લોન મળી, ત્યારબાદ પોતાનો વ્યવસાય શરૂ કર્યો.
કટકમાં ધર્મેન્દ્ર પ્રધાને કર્યુ સંબોધન
વડાપ્રધાન મોદીના સંબોધન પહેલા ઓડિશાના કટકના બારંગ સ્થિત દબશા પટનામાં પણ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. જ્યાં ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે વડાપ્રધાન મોદીનું વિઝન સાફ છે કે દેશના દરેક ખુણે કેન્દ્ર સરકારની યોજનાઓને પહોંચાડવી જરૂરી છે, જેથી જરૂરિયાતમંદોને તેનો લાભ મળી શકે.
કટકમાં લાભાર્થીઓ સાથે વાતચીત દરમિયાન ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે વડાપ્રધાન મોદીની ગેરંટી યોજના જીવન અને સમાજના દરેક વિસ્તારમાં સામાન્ય જનતાની જરૂરિયાતને પુરી કરવાની છે. વીજળી, પાણી, રોજગાર, પોતાનું ઘર, શિક્ષણ વગેરે કલ્યાણકારી યોજનાઓથી દરેકને ખાસ લાભ મળી રહ્યો છે. ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે ઓડિશાના લોકો પણ કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ ઉઠાવી રહ્યા છે.