યુક્રેને દાવો કર્યો છે કે એક બીમારીને કારણે રશિયન સૈનિકોમાં લડવાની ક્ષમતા ખતમ થઈ રહી છે. આ બીમારીને કારણે લોકોની આંખમાંથી લોહી વહેવા માંડે છે, માથું દુઃખે છે અને દિવસમાં અનેકવાર વોમિટિંગ થાય છે. યુક્રેનના મુખ્ય ગુપ્તચર વિભાગે કુપિયાંસ્કમાં રશિયન સૈનિકોની યુનિટની વચ્ચે તથાકથિત માઉસ ફીવર ફેલાઈ જવાની જાણકારી આપી છે.
આ બીમારીના લક્ષણો કેવા ગંભીર છે…. ?
આ રોગ એક પ્રકારનો સ્ટ્રેપ્ટોકોકલ (એક પ્રકારના બેક્ટેરિયા) નું સંક્રમણ છે અને તે ઉંદર સાથે સીધા સંપર્કમાં આવતા કે તેના મળની આજુબાજુ શ્વાસ લેવાને કારણે માનવીમાં ફેલાય છે. યુક્રેને કહ્યું કે આ બીમારીના અનેક લક્ષણોમાં ગંભીર માથાનો દુઃખાવો, શરીરનું તાપમાન 40 ડિગ્રી સુધી વધી જવું, લાલ ચામઠાં પડી જવા, બ્લડ પ્રેશરમાં ઘટાડો, આંખોથી લોહી વહેવું અને દિવસે અનેકવાર વોમિટ થવી સામેલ છે.
રશિયાના સૈન્યએ અવગણના કરી
યુક્રેનને દાવો કર્યો કે રશિયાના સૈનિકોએ તેમના કમાન્ડરોને આ બીમારી વિશે જાણકારી આપી હતી પણ તેમની ફરિયાદની અવગણના કરી દેવામાં આવી હતી. આ માઉસ ફીવર હવે સૈનિકો માટે ગંભીર મહામારીનું સ્વરૂપ ધારણ કરી રહ્યું છે.