આજે વહેલી સવારે લદાખની ધરાં ધ્રૂજી ઊઠી હતી. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યાનુસાર ભૂકંપના આંચકા વહેલી સવારે લગભગ 4:33 વાગ્યે અનુભવાયા હતા. તેનું કેન્દ્ર સપાટીથી 5 કિ.મી. ઊંડે હોવાની જાણકારી મળી છે. ઉલ્લેખનીય છે કે આજે મોડી રાતે જમ્મુમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
Earthquake of Magnitude:3.7, Occurred on 26-12-2023, 01:10:26 IST, Lat: 33.36 & Long: 76.67, Depth: 5 Km ,Location: Kishtwar, Jammu & Kashmir, India for more information Download the BhooKamp App https://t.co/UjQvZGzqdI@Dr_Mishra1966 @KirenRijiju @ndmaindia @Indiametdept pic.twitter.com/3hjMBfZxqd
— National Center for Seismology (@NCS_Earthquake) December 25, 2023
કિશ્તવાડમાં 3.7નું ભૂકંપ
મંગળવારે જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં પણ ભૂકંપનો આંચકો આવતા લોકો ફફડી ગયા હતા. તેની તીવ્રતા 3.7 નોંધાઈ હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આ માહિતી આપી હતી. આ ભૂકંપના આંચકા રાતે 1.10 વાગ્યે 5 કિ.મી.ની ઊંડાઈએ અનુભવાયા હતા.