કેન્દ્ર સરકારે આજે મુસ્લિમ લીગ જમ્મુ કશ્મીર-મસરત આલમ સંગઠન (Masarat Alam faction) પર પ્રતિબંધ લગાવી દીધો છે. કેન્દ્ર સરકારે આ કાર્યવાહી ગેરકાનૂની પ્રવૃતિઓ નિવારણ અધિનિયમ (UAPA) હેઠળ કરી છે. આ સંગઠન પર આરોપ છે કે તેના સભ્યો જમ્મુ-કાશ્મીરમાં આતંકી ગતિવિધિઓમાં સામેલ હતા અને આતંકી સંગઠનોને સમર્થન આપી રહ્યા હતા. આ અંગેની જાણકારી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પોતાના સોશિયલ મીડિયા પર આપી હતી.
The ‘Muslim League Jammu Kashmir (Masarat Alam faction)’/MLJK-MA is declared as an 'Unlawful Association' under UAPA.
This organization and its members are involved in anti-national and secessionist activities in J&K supporting terrorist activities and inciting people to…
— Amit Shah (@AmitShah) December 27, 2023
અમિત શાહે સોશિયલ મીડિયા પોસ્ટ પર જાણકારી આપી
અમિત શાહે X (અગાઉનું ટ્વિટર) પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે આ સંગઠન અને તેના સભ્યો જમ્મુ-કાશ્મીરમાં ભારત વિરોધી પ્રવૃતિઓમાં સામેલ છે અને આતંકવાદી પ્રવૃતિઓને સમર્થન આપીને જમ્મુ -કાશ્મીરમાં ઈસ્લામિક શાસન સ્થાપિત કરવા માટે લોકોને ઉશ્કેરે છે. સરકારનો સંદેશ સપષ્ટ છે કે આપણા રાષ્ટ્રની એકતા, સાર્વભૌમત્વ અને અખંડિતતા વિરુદ્ધ કાર્ય કરનારા કોઈપણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં.