મુકેશ અંબાણી રિલાયન્સ જિયો તરફથી વોલ્ટ ડિઝ્ની ખરીદવા જઈ રહ્યા છે. આ ડીલ જાન્યુઆરીના અંત સુધીમાં અથવા ફેબ્રુઆરીમાં પૂર્ણ થઈ જશે. આ એક નોન બિડિંગ એગ્રીમેંટ હશે. આ એગ્રીમેંટ હેઠળ ડિઝ્ની હોટસ્ટારના ઈંડિયા મીડિયા ઓપરેશનને ખરીદવામાં આવશે. આ ડીલ પછી રિલાયન્સ પાસે 51 ટકા ભાગીદારી હશે અને ડિઝ્ની હોટસ્ટાર પાસે 49 ટકા ભાગીદારી હશે.
કંપનીને નુકસાન
ડિઝ્ની પ્લસ હોટસ્ટાર જિયો સિનેમાને ટક્કર આપી રહ્યું હતું, જેથી જિયો સિનેમાએ ડિઝ્ની પ્લસ હોટસ્ટાર પાસે IPL રાઈટ્સ લઈ લીધા હતા. ત્યારપછી ડિઝ્ની પ્લસ હોટસ્ટારે જિયો સિનેમા પાસેથી એશિયા કપ અને ક્રિકેટ વર્લ્ડ કપના રાઈટ્સ ખરીદી લીધા હતા. હવે મુકેશ અંબાણીની કંપની ડિઝ્ની પ્લસ હોટસ્ટાર ખરીદી રહી છે. ડિઝ્ની પ્લસ હોટસ્ટારને ખૂબ જ નુકસાન થઈ રહ્યું હતું. IPL અને ફીફા વર્લ્ડ કપ પછી હોટસ્ટાર સબસ્ક્રાઈબર સંખ્યામાં ઘટાડો થયો હતો.
જૂના યૂઝર્સનું શું થશે?
આ ડીલ પછી જિયો સિનેમા અને ડિઝ્ની પ્લસ હોટસ્ટારનું મર્જર થઈ જશે. આ સિંગલ એપ્લિકેશનમાં બંને એપના કન્ટેન્ટ એક્સેસ કરી શકાશે. ડિઝ્ની પ્લસ હોટસ્ટારના ગ્રાહક જિયો સિનેમામાં શિફ્ટ થઈ જશે. જિયો સિનેમા તરફથી નવા સબ્સ્ક્રિપ્શન જાહેર કરવામાં આવી શકે છે. સિંગલ રિચાર્જ પ્લાનથી યૂઝર્સના પૈસા પણ બચી જશે. જિયો સિનેમા અને ડિઝ્ની પ્લસ હોટસ્ટારના મર્જરથી જિયો એન્ટરટેઈનમેન્ટ, સોની, નેટફ્લિક્સ અને એમેઝોન પ્રાઈમ સાથે જબરદસ્ત ટક્કર થશે.
મુકેશ અંબાણીની બિઝનેસ ટ્રિક
નેટફ્લિક્સ અને એમેઝોન પ્રાઈમનું ટેન્શન વધી શકે છે. જિયો સિનેમા તરફથી સસ્તા પ્લાન રજૂ કરવામાં આવી શકે છે. જિયો રિચાર્જની સાથે સસ્તા એડ ઓન પ્લાન પણ રજૂ કરવામાં આવી શકે છે. જેથી જિયો ટેલિકોમ યૂઝર્સની સાથે સાથે OTT યૂઝર્સને પણ ટાર્ગેટ કરશે.