22 જાન્યુઆરીએ રામ મંદિરના ઉદ્ઘાટન થવાનું છે. જેમાં મહાનુભાવો અને દરેક ક્ષેત્રના લોકો હાજરી આપશે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ભાગ લેશે. સમગ્ર દેશમાં ઉજવણીનો માહોલ છે.
अयोध्या में प्रभु श्री राम के स्वागत को लेकर पूरा देश राममय है। राम लला की भक्ति में डूबे भक्तजन इस शुभ दिन के लिए तरह-तरह से अपनी भावनाएं प्रकट कर रहे हैं। भगवान श्री राम को समर्पित हंसराज रघुवंशी जी का ये भजन सुनिए… #ShriRamBhajan https://t.co/kDSO8SNzxW
— Narendra Modi (@narendramodi) January 4, 2024
આ દરમિયાન હવે પીએમ મોદીએ સોશિયલ મીડિયા એકાઉન્ટ X પર ભગવાન શ્રી રામનું એક મધુર ભજન શેર કર્યું છે. તેમણે આ સાથે ભજનના ગાયક જુબીન નૌટિયાલ, લેખક મનોજ મુન્તાશીર અને સંગીતકાર પાયલ દેવની પણ પ્રશંસા કરી હતી.
‘મેરે ઘર રામ આયે હૈં’ ગીતને શેર કરતા પીએમ મોદીએ લખ્યું કે, ‘ભગવાન શ્રી રામના અભિષેકના અવસર પર અયોધ્યાની સાથે આખો દેશ રામમય છે. રામ લાલાની ભક્તિથી ઓતપ્રોત જુબીન નૌટિયાલ જી, પાયલ દેવ જી અને મનોજ મુન્તાશીર જીનું આ સ્વાગત ભજન હૃદયને સ્પર્શનારુ છે.
આ પહેલા પીએમ નરેન્દ્ર મોદીએ અયોધ્યાના શ્રી રામ મંદિર પર આધારિત તેમના ભજન ‘જય શ્રી રામ’ માટે ગાયક હંસરાજ રઘુવંશીના વખાણ કર્યા હતા.
भगवान श्री राम की प्राण-प्रतिष्ठा के सुअवसर पर अयोध्या के साथ-साथ पूरा देश राममय हो रहा है। राम लला की भक्ति से ओतप्रोत जुबिन नौटियाल जी, पायल देव जी और मनोज मुंतशिर जी का यह स्वागत भजन दिल को छू लेने वाला है…#ShriRamBhajan https://t.co/qg3vIDyeMa
— Narendra Modi (@narendramodi) January 5, 2024
“અયોધ્યામાં ભગવાન શ્રી રામના સ્વાગતથી સમગ્ર દેશ ખુશ છે. રામ લાલાની ભક્તિમાં ડૂબેલા ભક્તો આ શુભ દિવસે વિવિધ રીતે પોતાની લાગણી વ્યક્ત કરી રહ્યા છે. ભગવાન શ્રી રામને સમર્પિત હંસરાજ રઘુવંશીજીનું આ ભજન સાંભળો.”