ખેડા તાલુકાના પટેલ વાડી મુકામે ખેડા સાંસદ અને કેન્દ્રીય સંચાર મંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં આત્મા પ્રોજેકટ, ખેડા દ્વારા કૃષિ અભિયાન અંતર્ગત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદનો કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમ અંતર્ગત આત્મા પ્રોજેક્ટ, અમદાવાદ ઝોનના જોઇન્ટ ડાયરેકટર નિતિનભાઇ શુકલે જમીનની ફળદ્રુપતા જળવાઇ રહે તેવી ખેત પધ્ધતિ ઉપર ભાર મૂકી તેવી પ્રાકૃતિક ખેતી અપનાવવા જણાવ્યું હતું.
આ પ્રસંગે માતરના ધારાસભ્ય, જિલ્લા સમાહર્તા, આસી. કલેકટર, પ્રાંત અધિકારી, ખેડા તા.પંના કારોબારી ચેરમેન, કૃષિ સંશોધન કેન્દ્ર અને વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકો, લાઇન વિભાગના અધિકારીઓ અને કર્મીઓ, તથા મોટી સંખ્યામાં ખેડૂત મિત્રો ઉપસ્થિત રહયા હતા. આ પ્રસંગે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતમિત્રોની કૃષિ ઉત્પાદનના વેચાણ માટેના સ્ટોર્સ તથા કૃષિને લગતા સાધનોના સ્ટોર્સનું નિદર્શન પણ કરવામાં આવ્યું હતુ જેની મંત્શ્રી, ઉપસ્થિત મહાનુભાવો અને ખેડૂત મિત્રોએ મુલાકાત લીધી હતી.
રિપોર્ટર – યેશા શાહ(ખેડા)