સ્વચ્છ ભારત મિશન થકી માન.પ્રધાનમંત્રી ઘ્વારા સમગ્ર દેશમાં સ્વચ્છતાની ઝુંબેશ શરૂ કરવામાં આવેલ છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ તા.૧૪/૦૧/૨૦૨૪ થી તા.૨૨/૦૧/૨૦૨૪ સુધી દેશભરના તમામ નાના મોટા ધર્મસ્થાનો ખાતે સાર્વત્રિક રીતે સંપૂર્ણ સાફ સફાઈ હાથ ધરી ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને પ્રવિત્ર બનાવવા જન આંદોલન હાથ ધરવા આહવાન કરેલ છે. જેના ઉપલક્ષમાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા ના સુત્રને સાર્થક કરવા સારૂ તા.૧૪/૦૧/૨૦૨૪ થી તા.૨૨/૦૧/૨૦૨૪ દરમ્યાન ગુજરાત રાજયના તમામ ગ્રામ્ય/શહેરી વિસ્તારના નાના મોટા તમામે તમામ ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને સુઘડ બનાવવા જન અભિયાન હાથ ધરવાનું રાજય સરકારશ્રીએ નકકી કરેલ છે.
ત્યારે ખેડા જિલ્લામાં પણ વહીવટીતંત્ર અને જિલ્લા પદાધિકારીઓએ સ્વચ્છતા માટે ખાસ કામગીરીની શરૂઆત કરી છે. જેમાં જિલ્લાનાં વડતાલ, કપડવંજના બારીયાના મુવાડા, મહુધાના બગડું, વસોના મિત્રાલ, મહેમદાવાદના સુંઢા અને નડિયાદના ફતેપુરા ગામના ધાર્મિક સ્થાનકો પર સ્વચ્છતાની પ્રવૃતિઓ કરવામાં આવી હતી. વધુમાં નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઇ દ્વારા સંતરામ મંદિરની બાજૂમાં આવેલ રામજી મંદીર પાસે સફાઈ કરી અન્ય લોકોને સફાઈની પ્રવૃતિઓ માટે પ્રેરણા આપી હતી.
રિપોર્ટર – યેશા શાહ(ખેડા)