Skip to content
મંગળવાર, ઓક્ટોબર 20, 2026

ગુજરાતમાં આજે બાલિકાઓ બની મુખ્યમંત્રી, મંત્રી અને ધારાસભ્ય, વિધાનસભાના હટકે કાર્યક્રમને આ રેકોર્ડસમાં મળ્યું સ્થાન

ગુજરાતમાં આજે બાલિકાઓ બની મુખ્યમંત્રી, મંત્રી અને ધારાસભ્ય, વિધાનસભાના હટકે કાર્યક્રમને આ રેકોર્ડસમાં મળ્યું સ્થાન

વિશ્વ બાલિકા દિવસ પર ગાંધીનગરમાં અનોખી ઉજવણી કરવામાં આવી. ગુજરાત વિધાનસભા ખાતે ‘તેજસ્વિની વિધાનસભા’ અંતર્ગતનાં કાર્યક્રમમાં ૧૮૨ વિદ્યાર્થીનીઓને ધારાસભ્ય, મંત્રી અને મુખ્યમંત્રી બનાવી વિધાનસભાનું સંચાલન કરવામાં આવ્યું હતું. સાથે જ બાલિકા પંચાયતની શરૂઆત પણ કરાવવામાં આવી. ગર્વની વાત તો એ છે કે તેજસ્વિની વિધાનસભાનાં આ અનોખા કાર્યક્રમને ઈન્ડિયા બૂક ઓફ રેકોર્ડસમાં સ્થાન પણ આપવામાં આવ્યું.

CM ભુપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યાં

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં વિશ્વ બાલિકા દિવસની તેજસ્વિની વિધાનસભા અંતર્ગત આજે શાનદાર ઉજવણી કરવામાં આવી. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા થયેલી આ ઉજવણી વિધાનસભા ખાતે કરવામાં આવી જેમાં રાજ્યની વિવિધ જિલ્લાઓમાં થી ૧૮૨ બાલિકાઓ ને ધારાસભ્ય બનાવી મંત્રીને મુખ્યમંત્રી બનાવવામાં આવી. યુવતીઓમાં સંસદીય પ્રણાલીની જાગૃતિ અને પંચાયતથી પાર્લામેન્ટ સુધી મહિલાઓની સહભાગીતામાં વધારો કરવાનાં ઉદેશ્યથી આ કાર્યક્રમ ગુજરાત સરકાર દ્વારા યોજવામાં આવ્યો હતો.

રાજ્યમાં બાલિકા પંચાયતની શરૂઆત

પંચાયત કક્ષાએ બાલિકાઓની સહભાગીતા વધારવા તમામ જિલ્લાઓમાં બાલિકા પંચાયત શરૂ કરવાનું આયોજન પરંતુ હાલ રાજ્યમાં ૧૩ પંચાયતોમાં બાલિકા પંચાયત શરૂ કરવામાં આવી સાથે લોગો પણ લોંચ કરવામાં આવ્યો. બાલિકા પંચાયત માં પંચાયત ના સભ્યો જેટલી જ બાલિકાઓ ની નિમણુંક કરી ગામ માં મહિલાઓ ની જાગૃતિ માટે કામ કરવામાં આવશે. તેજસ્વિની વિધાનસભા માં સહભાગી થયેલી વિદ્યાર્થીનીઓએ પણ પ્રોત્સાહિત થઈ હતી.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વિધાનસભામાં બાલિકાઓનાં આત્મવિશ્વાસને આવકાર્યો હતો. સાથે જ મુખ્યમંત્રીએ હસતા હસતા ટકોર કરતાં કહ્યું હતું કે, ” સાચા અર્થમાં મહિલાઓ શાસન કરે તેવા પ્રયત્નો આપણે સૌએ કરવા જોઈએ.” તેમણે કહ્યું કે- આ પ્રકારના આયોજનથી દીકરીઓ લોકતાંત્રિક મૂલ્યોથી માહિતગાર થશે, તેમને રાજ્ય અને રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપવાની પ્રેરણા મળશે અને વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના નિર્માણ માટે તેઓ વધુ સમર્થ બનશે. કાર્યક્રમ વિશે વાતચીત કરતાં  મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયાએ કહ્યું કે, “અમદાવાદ સમરસ છાત્રાયલની વિદ્યાર્થીઓ તેમજ સમગ્ર ગુજરાતની બાલિકા પંચાયતની દીકરીઓ કાર્યક્રમમાં જોડાઈ હતી.”

ગુજરાત વિધાનસભાનાં અધ્યક્ષ શંકર ચૌઘરીએ કહ્યું, આપણને આનંદ થાય તેવી રીતે બાલિકાઓએ આજે વિધાનસભાનું સંચાલન કર્યું. આવનારા સમયમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ રાજકારણમાં વધવાનું છે. તેથી નવી પેઢીને એ અંગે જાગૃતી આપવામાં આવે, આવનારા સમયમાં મહિલાઓ પોતે આગળ આવી શકે તે માટે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

Filed under Gandhinagar Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.