click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: મુખ્યમંત્રી બન્યા બાદ ચંપઈ સોરેનની આજે પહેલી ‘ટેસ્ટ’, વિશેષ સત્રમાં બહુમતી સાબિત કરશે
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > મુખ્યમંત્રી બન્યા બાદ ચંપઈ સોરેનની આજે પહેલી ‘ટેસ્ટ’, વિશેષ સત્રમાં બહુમતી સાબિત કરશે
Gujarat

મુખ્યમંત્રી બન્યા બાદ ચંપઈ સોરેનની આજે પહેલી ‘ટેસ્ટ’, વિશેષ સત્રમાં બહુમતી સાબિત કરશે

ઝારખંડ વિધાનસભાનું બે દિવસનું વિશેષ સત્ર આજથી શરૂ

Last updated: 2024/02/05 at 11:58 એ એમ (AM)
One India News Team
Share
3 Min Read
SHARE

આજે ઝારખંડની ચંપઈ સોરેન સરકાર માટે મોટો દિવસ છે. તેઓ આજે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ દ્વારા બહુમત સાબિત કરશે. અગાઉ, વિધાનસભાના વિશેષ સત્રમાં હાજરી આપવા માટે હૈદરાબાદના એક રિસોર્ટમાં રોકાયેલા ગઠબંધન સરકારના ધારાસભ્યો રાંચી પરત ફર્યા છે.

Contents
આજથી બે દિવસનું વિશેષ સત્રધારાસભ્ય ત્રણ દિવસથી હૈદરાબાદના રિસોર્ટમાં હતાચંપઈ સરકાર ફ્લોર ટેસ્ટ દ્વારા બહુમત કરશે સાબિતપૂર્વ સીએમ હેમંત સોરેન ફ્લોર ટેસ્ટમાં આપી શકે છે હાજરીશું છે ઝારખંડ વિધાનસભાનું ગણિત ?કોણ છે ચંપઈ સોરેન?

આજથી બે દિવસનું વિશેષ સત્ર

આ ધારાસભ્યોમાં ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ) અને કોંગ્રેસના ધારાસભ્યોનો સમાવેશ થાય છે. હેમંત સોરેનની ધરપકડ અને ચંપઈ સોરેન દ્વારા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ આ ધારાસભ્યોને તેલંગાણા મોકલવામાં આવ્યા હતા. જેએમએમએ તે સમયે ભાજપ પર આરોપ લગાવ્યો હતો કે તેઓ ધારાસભ્યોને ખરીદવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ઝારખંડ વિધાનસભાનું બે દિવસનું વિશેષ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. બે દિવસ ચાલનારા આ સત્રમાં ચંપાઈ સરકાર બહુમત સાબિત કરશે.

ધારાસભ્ય ત્રણ દિવસથી હૈદરાબાદના રિસોર્ટમાં હતા

હકીકતમાં, JMMના નેતૃત્વ હેઠળના ગઠબંધનના લગભગ 40 ધારાસભ્યો 2 ફેબ્રુઆરીએ બે ફ્લાઈટમાં હૈદરાબાદ પહોંચ્યા હતા. ત્યારે આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે, ભાજપ (BJP) ચંપઈ સોરેનની આગેવાની હેઠળની નવી સરકારના વિશ્વાસ મત પહેલા હોર્સ-ટ્રેડિંગ દ્વારા ધારાસભ્યોને પક્ષ બદલવાનો પ્રયાસ થઈ શકે છે. હવે વિધાનસભામાં વિશ્વાસ મતના એક દિવસ પહેલા રવિવારે ધારાસભ્યો રાંચી જવા રવાના થયા છે. ધારાસભ્ય છેલ્લા ત્રણ દિવસથી એક રિસોર્ટમાં રાખવામાં આવ્યા હતા.

ચંપઈ સરકાર ફ્લોર ટેસ્ટ દ્વારા બહુમત કરશે સાબિત

મુખ્યમંત્રી ચંપઈ સોરેનએ 2 ફેબ્રુઆરીએ સીએમ તરીકે શપથ લીધા પછી, તેમને વિધાનસભામાં બહુમત સાબિત કરવા માટે 10 દિવસનો સમય આપવામાં આવ્યો હતો. જો કે, શાસક ગઠબંધન નેતા આલમગીર આલમે કહ્યું હતું કે, સરકાર 5 ફેબ્રુઆરીએ જ વિશેષ સત્ર દરમિયાન બહુમત સાબિત કરશે. તેમણે કહ્યું હતું કે, અમે આ સમયગાળા દરમિયાન કોઈ જોખમ લઈ શકીએ નહીં, કારણ કે ભાજપ અમારા ધારાસભ્યોનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી શકે છે.

પૂર્વ સીએમ હેમંત સોરેન ફ્લોર ટેસ્ટમાં આપી શકે છે હાજરી

મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરાયેલા ઝારખંડના પૂર્વ સીએમ હેમંત સોરેન પણ 5 ફેબ્રુઆરીએ વિધાનસભામાં યોજાનારી ફ્લોર ટેસ્ટમાં હાજર રહી શકે છે. રાંચીની PMLA કોર્ટે આ માટે પરવાનગી આપી છે. હેમંત સોરેનની 31 જાન્યુઆરીએ ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. બીજી તરફ ઝારખંડ હાઈકોર્ટ પણ આજે હેમંત સોરેનની અરજી પર સુનાવણી કરશે. પૂર્વ સીએમ હેમંત સોરેને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ધરપકડની કાર્યવાહીને પડકારી છે.

શું છે ઝારખંડ વિધાનસભાનું ગણિત ?

81 સભ્યોની ઝારખંડ વિધાનસભામાં બહુમતી સાબિત કરવા માટે મુખ્યમંત્રી ચંપઈ સોરેનને 41 ધારાસભ્યોનું સમર્થનની જરૂર પડશે. શાસક ગઠબંધન સરકાર દાવો કરે છે કે, તેની પાસે 46 થી વધુ ધારાસભ્યોનું સમર્થન છે. ઉલ્લેખનીય છે કે, ઝારખંડ વિધાનસભાની 81 સીટોમાંથી એક સીટ ખાલી છે. આવી સ્થિતિમાં 80 સીટો માટે બહુમતનો આંકડો 41 છે.

કોણ છે ચંપઈ સોરેન?

ચંપઈ સોરેન ઝારખંડ વિધાનસભાના સભ્ય છે. હાલમાં તેઓ ઝારખંડ મુક્તિ મોરચા પાર્ટી તરફથી સરાયકેલા વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય છે. કેબિનેટ મંત્રી તરીકે તેઓ હેમંત સોરેન સરકારમાં પરિવહન, અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિ અને પછાત વર્ગ કલ્યાણ વિભાગની જવાબદારી સંભાળતા હતા.

 

You Might Also Like

માત્ર પર્યાવરણ દિવસનાં પ્રતીક નહીં સેંકડો વૃક્ષોનાં પ્રેરક બન્યાં મોરારિબાપુ

અમેરિકન કોર્ટનો ટ્રમ્પને મોટો ઝટકો, હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ આવી શકશે; સરકારના નિર્ણય પર અસ્થાયી રોક

એલોન મસ્કની સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રી- સરકારે સેટેલાઇટ બ્રોડબેન્ડ માટે આપ્યું લાઇસન્સ

કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ વકફને લઈ ‘UMEED’ પોર્ટલ શરૂ કર્યું

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને જાનથી મારી નાખવાની ધમકી મળી

TAGGED: bhartiya janta party, breakingnews, Champai Soren, ED, Enforcement Directorate, gujaratinews, jharkhand, jharkhand assembly, jharkhand CM, jmm, money laundering case, Mukti Morcha Party, oneindianews, oneindianewscom, ranchi

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ફેબ્રુવારી 5, 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article લીંબડીમાં મોરારિબાપુના વ્યાસાસને શ્રી રામકથા સાથે ધર્મોત્સવ પ્રારંભ,
Next Article છેલ્લા 2 મહિનામાં ભારતીય નૌકાદળે સમુદ્રી લૂંટારુઓના 17 હુમલા રોક્યા

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

માત્ર પર્યાવરણ દિવસનાં પ્રતીક નહીં સેંકડો વૃક્ષોનાં પ્રેરક બન્યાં મોરારિબાપુ
Bhavnagar Gujarat જૂન 6, 2025
અમેરિકન કોર્ટનો ટ્રમ્પને મોટો ઝટકો, હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ આવી શકશે; સરકારના નિર્ણય પર અસ્થાયી રોક
Gujarat જૂન 6, 2025
એલોન મસ્કની સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રી- સરકારે સેટેલાઇટ બ્રોડબેન્ડ માટે આપ્યું લાઇસન્સ
Gujarat જૂન 6, 2025
કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ વકફને લઈ ‘UMEED’ પોર્ટલ શરૂ કર્યું
Gujarat જૂન 6, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?