ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વએ ખેડા બેઠક પર ભારત સરકારના કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી અને સાંસદ દેવુસિંહ ચૌહાણને સતત ચોથીવાર ભાજપના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. ત્યારે કેન્દ્રીય મંત્રી મંડળ ની બેઠક પછી દેવુસિંહ ચૌહાણ ગઈકાલ રાત્રે દિલ્હીથી નડીયાદ આવી પહોંચ્યા હતા.જ્યાં ખેડા જિલ્લા ભાજપ દ્વારા નડિયાદમાં પીપલગ ચોકડી પાસે ભવ્ય સ્વાગત કરાયું હતું.
નડિયાદનાના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, માતર ધારાસભ્ય , મહુધા ધારાસભ્ય, ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ, સંગઠનના હોદ્દેદારો, કાર્યકરો અને શુભેચ્છકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કેન્દ્રીય મંત્રી અને ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. અને દેવુસિંહ ચૌહાણને ખેડા બેઠક પર પુનઃ જંગી બહુમતીથી ચૂંટી લાવવા શુભેચ્છા સહ આહવાન કર્યું હતું..