Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 29°C

અમરગઢની સંસ્થામાં મહિલા પ્રતિભાઓની ઉપસ્થિતિમાં મહિલા દિવસ ઉજવણી

અમરગઢની સંસ્થામાં મહિલા પ્રતિભાઓની ઉપસ્થિતિમાં મહિલા દિવસ ઉજવણી

આંતર રાષ્ટ્રિય મહિલા દિવસ પ્રસંગે અમરગઢની સંસ્થામાં મહિલા પ્રતિભાઓની ઉપસ્થિતિમાં ઉજવણી થઈ. આ આયોજનમાં અધિકારીઓ અને કાર્યકર્તાઓ દ્વારા મહિલા શક્તિને બિરદાવવામાં આવી.

રાષ્ટ્રિય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક અંતર્ગત ભાવનગરનાં અધિકારી દિપકકુમાર ખલાસની મુખ્ય ઉપસ્થિતિ સાથે આંતર રાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી.

સૌરાષ્ટ્ર રૂરલ ડેવલપમેન્ટ મંડળ અમરગઢ ખાતે મહિલા દિવસ પ્રસંગે મહિલા પ્રતિભાઓની ઉપસ્થિતિમાં ઉજવણી કાર્યક્રમમાં આ અધિકારીઓ અને કાર્યકર્તાઓ દ્વારા સમાજમાં સ્ત્રીનાં સ્થાન સાથે મહિલા શક્તિને બિરદાવવામાં આવી.

આ કાર્યક્રમમાં સોનગઢમાં પોલીસ અધિકારી ધનલક્ષ્મીબેન ડાંગર, સરપંચ પુરીબેન આલ સાથે આરતીબેન જાડેજા, ટ્વિંકલબેન દીક્ષિત, યોગિતાબેન સાચિયા, જયાબેન આચાર્ય, મંજુલાબેન મોરડિયા, વર્ષાબેન મોદી, ચંદ્રિકાબેન રાઠોડ અને નજમાબેન ખોખરની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.

સંસ્થાનાં પારૂલબેન દવેએ સંચાલન સાથે અહીંની પ્રવૃત્તિ વિશે વિગતો આપી હતી.આ કાર્યક્રમમાં સ્થાનિક બહેનો ઉત્સાહભેર જોડાયેલ.

 

 

 

રિપોર્ટર-મૂકેશ પંડિત(ભાવનગર)

Filed under Bhavnagar Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.