શ્રી સરદાર મેમોરિયલ નાં પ્રાંગણ ખાતે ૨૧ જૂન નાં રોજ સવારે ૭:૦૦ કલાકે યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી. ચાલુ વર્ષે યોગ દિવસ પર ” પોતાના માટે અને સમાજ માટે યોગ”આ થીમ પર આઇકોનિક સ્થળે યોગ કાર્યક્રમ માં યોગ વિષયક વિવિધ મુદ્રાઓ દ્વારા નિદર્શન કરાવવામાં આવ્યું. આ કાર્યક્રમમાં એન.સી.સી. પી.આઇ.સ્ટાફ ઉપરાંત ૪૦૦ બાલિકા કેડેટ તથા એસોસિયેટ એન.સી.સી. અધિકારી ઓ પણ યોગાભ્યાસ માં જોડાયા હતા.