આણંદ જિલ્લાના ઉમરેઠ ખાતે બ્રહ્માકુમારીઝ સેંટરમાં આજે ઉજવાયો ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’. આ કાર્યક્રમમાં યોગાચાર્ય દુષ્યંતભાઈ મોદી દ્વારા મોટી સંખ્યામાં નગરજનોને સંગીત સાથે યોગાસન તથા ધ્યાન પધ્ધતિનો અભ્યાસ કરાવવામાં આવ્યો. આ કાર્યક્રમમાં ઉમરેઠ નગરપાલિકા પ્રમુખ કનૈયાલાલ શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત લાયન્સ ક્લબ, રોટરી ક્લબના મેમ્બર્સ પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત અલગ અલગ સમાજના અને મંડળના વ્યક્તિઓએ પણ સારી સંખ્યામાં આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ઉમરેઠ અર્બન બેન્કના ચેરમેન સંજયભાઈ શહેરવાળાએ પણ પોતાની ઉપસ્થિતિ આ કાર્યક્રમમાં રાખી હતી. ‘કરો યોગ રહો નિરોગ’ ની વાત યોગાચાર્ય દુષ્યંતભાઈ મોદી દ્વારા લોકોને ખુબ સારી રીતે સમજાવવામાં આવી હતી.