ઉમરેઠ તાલુકાના થામણા ગામમાં સિનિયર સીટીઝન ફોરમ થામણા દ્વારા ચાંદખેડા Sentara Hospital નો નિઃશુલ્ક નિદાન અને સરવાર કેમ્પ યોજાયો. આ કેમ્પમાં ડૉ જેનીશભાઈ પટેલ તથા તેમની ટીમના ડૉ પ્રજ્ઞેશભાઈ શાહ, ડૉ પૂર્વેશ ગોસ્વામી દ્વારા નિઃશુલ્ક એક્સરે, નિદાન કરવામાં આવ્યું. ડોક્ટરની ટીમ દ્વારા એ પણ ખાસ સમજાવવામાં આવ્યું કે કઈ રીતે લોકો ઘૂંટણના રોગથી પહેલેથી જ દૂર રહી શકે છે. મોટી સંખ્યામાં ઘૂંટણના દર્દીઓએ આજે આ મેડિકલ કેમ્પમાં લાભ લીધો. આ કેમ્પને સફળ બનાવવા માટે થામણા સિનિયર ડીટીઝનના જગદીશભાઈ પટેલ, ગનીભાઇ વ્હોરા અને દરેક સભ્યોએ જહેમત ઉઠાવી હતી.